ફિલ્મી દુનિયા

સલમાન ખાનના હિન્દૂ જીજાજીએ ખોલ્યું રહસ્ય, શા કારણે તેમના બાળકોના નામ મુસ્લિમ રાખવામાં આવ્યા?

સલમાન ખાન તેની બહેન અર્પિતા ખાનને ખુબ જ પ્રેમ કરે છે, થોડા સમય પહેલા જ સલમાનના જન્મ દિવસે જ અર્પિતાએ એક દીકરીને જન્મ આપ્યો હતો, આ પહેલા પણ અર્પિતાનો એક દીકરો હતો, જે સલમાનને ખુબ જ પસંદ છે. સલમાનના જન્મ દિવસે જન્મેલી દીકરીનું નામ આયત રાખવામાં આવ્યું, સલમાનના ભાણિયાનું નામ પણ આહીલ રાખવામાં આવ્યું છે, જયારે સલમાનના જીજાજી આયુષ શર્મા હિન્દૂ છે અને તે છતાં પણ બંને બાળકોના નામ તેમને મુસ્લિમ રાખ્યા છે. આયુષ દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

આયુષ શર્માએ જણાવ્યું હતું કે: “તેની પત્ની અર્પિતા ખાન એક મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. હું અને અર્પિતા ધર્મ નિરપેક્ષ સંબંધોમાં વિશ્વાસ કરીએ છીએ, એટલા માટે અમે બંનેએ નક્કી કર્યું છે અમે બાળકોનું પહેલું નામ મુસ્લિમ રાખીશું અને ઉપનામ હિન્દૂ રાખીશું.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

સલમાન ખાનના જીજાજીએ એમ પણ જણાવ્યું કે “અમે નક્કી કર્યું હતું કે બાળકોનું નામ એ ઉપરથી જ રાખીશું, કારણ કે મારા નામનો પહેલો અક્ષર એ છે અને અર્પિતાના નામનો પણ પહેલો અક્ષર છે માટે બંનેના નામ તેમને આહીલ આને આયાત રાખ્યા હતા.

અહીલના નામ વિશે જણાવતા આયુષે કહ્યું હતું કે તે એક વાર લંડન ગયા હતા અને ત્યાં તેઓ એક વ્યક્તિને મળ્યા જેનું નામ આહિલ હતું. આ નામ તેમને ખુબ જ પસંદ પણ આવ્યું હતું અને ત્યારે તેમને આ નામનો  પ્રયાસ કર્યો ત્યારે તેમને શબ્દનો અર્થ રાજકુમાર (પ્રિન્સ) જાણવા મળ્યો અને જેના કારણે તેમને દીકરાનું નામ આહિલ રાખ્યું.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

સલમાનના જન્મ દિવસે જન્મેલી દીકરી આયાત વિશે જણાવતા આયુષ દ્વારા કહેવામાં આવ્યું કે તે અત્યારે ખુબ જ નાની છે. પરંતુ લોકોને જોઈને તેને પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. આયુષે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન તે પોતાનો સમય પોતાના પરિવાર સાથે વિતાવી શકે છે અને સામ્ય દરમિયાન તે તેના પિતાના કર્તવ્યોને પુરા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.