હનુમાન ચાલીસાના પાઠ કરવા બેસો ત્યારે ના કરો આવી ભૂલ, નહીતર કરવો પડશે ગંભીર મુશ્કેલીનો સામનો અને નહી મળે લાભ..!!!

0

ભગવાન રામભક્ત હનુમાનને સમર્પિત હનુમાન ચાલીસા વિશે કોણ નથી જાણતું, તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસામાં કોઈના પણ દુઃખ હરી લેવાની ચમત્કારિક શક્તિ છે. મોટા ભાગના લોકોને હનુમાન ચાલીસા પણ મોઢે હશે. અમુક લોકો રોજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરતા જ હશે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી દુઃખ અને તકલીફો દૂર પણ થઇ જાય છે.

હનુમાન ચાલીસા શું છે એ બધાને ખબર જ હશે, અને મોટા ભાગના લોકોને હનુમાન ચાલીસા પણ મોઢે હશે. આમ જોઈએ તો અમુક લોકો રોજ હનુમાન ચાલીસાના પાઠ કરે છે પરંતુ છતાં પણ તેમને કોઈ જ ફળ મળતું નથી.

એ કોઈને કોઈ સમસ્યાથી ઘેરાયેલા જ રહેતા હોય છે. અને જો તમને હનુમાન ચાલીસાના પાઠથી કોઈ જ ફર્ક દેખાતો નથી તો અમે તમને જણાવીએ છીએ કે થઈ જાવ તમે સાવધાન, આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે કેવી રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળે છે.

Image Source

હનુમાન ચાલીસા તો બધાના ઘરમાં કરવામાં આવતા જ હશે. જો તમે નિત્ય હનુમાન ચાલીસના પાઠ કરો છો અને તમને કોઈ જ ફળની પ્રાપ્તિ નથી થઈ રહી, તો સમજો કે તમે પણ એ જ ભૂલ કરી રહ્યા છો. તો જૂઓ આ લેખના માધ્યમથી અમે તમને એ તમારી ભૂલ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

Image Source

આવી રીતે કરો હનુમાન ચાલીસાના પાઠ –

હનુમાન ચાલીસાના પાઠ કરતાં પહેલા સૌ પ્રથમ તો સ્નાન કરીને સંપૂર્ણ સ્વચ્છ વસ્ત્રને ધારણ કરો. જે આસન પર બેસીને તમે હનુમાન ચાલીસાના પાઠ કરવાના છો એ આસન લાલ કલરનું જ હોવું જોઈએ, એમાંય જો ઊનનું હશે તો એકદમ ઉતમ રહેશે.

Image Source

હનુમાન ચાલીસા કર્યા પછી હનુમાનજીને ચઢાવવામાં આવતા પ્રસાદમાં ચના અને ગોળ જ હોવો જોઈએ. અને જો ચૂરમાના લાડવા હોય તો પણ સારું રહેશે. પરંતુ પ્રસાદમાં તુલસીનું પાન જરૂર મૂકવાનું હોય છે. હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરતાં પહેલા હનુમાનજીની મુર્તિનો અભિષેક કરવો. હનુમાન ચાલીસાના પાઠ શનિવાર અથવા મંગળવારથી કરો અને પછી સતત 40 દિવસ સુધી પાઠ કરો. આગળના 11 શનિવાર અને 11 મંગળવાર સુધી રોજ 21 પાઠ કરવા.

પાઠ શરૂ કરતાં પહેલા હનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવો અને સિંદૂરથી શૃંગાર કરો અને જનોઈ પહેરાવો. સૌથી પહેલા શ્રી ગણેશનું સ્મરણ કરો, એ પછી કુળદેવી અને કુળદેવતાનું સ્મરણ કરો અને એ પછી પિતૃદેવતાને યાદ કરી હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવા જોઈએ.

Image Source

કહેવાય છે કે હનુમાનજીની પૂજા કરતી વખતે પહેલા પ્રભુ શ્રી રામનું સ્મરણ કરવું જોઈએ. માટે પહેલા પ્રભુ શ્રી રામનું નામ પણ લો. એ પછી હનુમાનજીનું સ્મરણ કરતાં કરતાં હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. જો તમે પણ આટલી વાતોનુ ધ્યાન રાખીને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનવાંછિત ફળ મળશે.

Image Source

આ સિવાય હનુમાન ચાલીસાના અનુક કાયદા-નિયમ છે, જો તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તમને તમારી પૂજાનું ફળ ચોક્કસ પ્રાપ્ત થાય છે.

1.પહેલો નિયમ:

જે લોકોને હનુમાન ચાલીસા મોઢે યાદ હશે તેઓ મનમાને મનમાં હનુમાનચાલીસા બોલી લેતા હોય છે. આવા લોકોને હનુમાન ચાલીસા કરવામાં માત્ર 2થી 3 મિનિટ જ લાગે છે. પણ ઉતાવળમાં ચાલીસાના ઘણા પદ ખોટા બોલાઈ જતા હોય છે, માટે આ રીત યોગ્ય નથી. હનુમાન ચાલીસાને શાંત મનથી બેસીને, આંખ બંધ કરીને બોલીને કરવી જોઈએ.

Image Source

2.બીજો નિયમ:

હનુમાન ચાલીસાને દિવસમાં ત્રણ વાર બોલવી જોઈએ. સૌથી પહેલા સવારે સ્નાન કરીને કરવી જોઈએ, પછી બપોરે અને રાતે સુતા પહેલા કરવી જોઈએ. મહિલાઓએ હનુમાનજીનો ઉપવાસ ન રાખવો જોઈએ, પણ હનુમાનજીના પાઠ ચોક્કસ કરવા જોઈએ.

Image Source

3.ત્રીજો નિયમ:

મહિલાઓને હનુમાજીને સ્પર્શ કરવાની મનાઈ હોય છે કેમ કે તે બ્રહ્મચારી હતા. માટે મહિલાઓ હનુમાનજીને માત્ર વસ્ત્ર જ ચઢાવી શકે છે અને જળથી સ્નાન પણ કરાવી શકે છે. મહિલાઓએ ચાલીસાના પાઠ કરતા પહેલા પોતાની સામે કળશમાં પાણી ભરીને રાખવું જોઈએ અને ચાલીસા કર્યા પછી તે જળને પ્રસાદના સ્વરૂપે ગ્રહણ કરવું જોઈએ.

4. ચોથો નિયમ:

હનુમાન ચાલીસ કરવા માટે ગમે તે સ્થાન પસંદ ના કરો. શાસ્ત્રો અનુસાર પીપળાના ઝાડની નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જ જોઈએ. માટે ઘરને બદલે એવા મંદિરે જાઓ જ્યા પીપળાના ઝાડનો છાયો હોય, કહેવાય છે કે પીપળાનું ઝાડ માતા લક્ષ્મી અને શનિદેવને પણ ખુબ પસંદ છે માટે અહીં ચાલીસા કરવાથી હનુમાનજીની સાથે સાથે લક્ષ્મી મા અને શનિદેવનો પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Image Source

5.પાંચમો નિયમ:

પાઠ કરવાના સમયે લાલ રંગના કપડા પહેરો અને ગોળ કે બૂંદીનો પ્રસાદ ચઢાવો. મહિલાઓ એ વાતનું પણ ધ્યાન રાખે કે હનુમાનજીને પ્રણામ કરતી વખતે પોતાનું માથું નીચે ન જુકાવે, કેમ કે હનુમાનજી દરેક મહિલાઓને પોતાની માના સ્થાન પર જ રાખે છે. આ સિવાય આખો દિવસ મનમાને મનમાં રામ-રામના જાપ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here