ખબર

આવી ગયો બાલાકોટ એરસ્ટ્રાઇકનો ડોક્યુમેન્ટરી વિડિઓ, ક્લિક કરીને જુઓ કેવી રીતે આપણા જવાનોએ લીધો હતો પુલવામાનો બદલો

14 ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદ ના આતંકીઓએ પુલવામામાં આપણા CRPF ના જવાનો ઉપર કરેલા હુમલાને કોણ ભૂલી શકે ? પરંતુ થોડા જ દિવસોમાં ભારત દ્વારા પાકિસ્તાનને આપેલા જવાબને પાકિસ્તાન જીવનભર નહીં ભૂલી શકે.

ભારેતે પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ ઉપર હવાઈ ફાયર કરી અને બદલો લીધો હતો. આ એરસ્ટ્રાઇક બાદ ઘણા વિરોધીઓ આ એરસ્ટ્રાઈકને ફરજી માનતા હતા. પરંતુ બાળકોટ એરસ્ટ્રાઇકનો આ વિડિઓ જાહેર થયા બાદ એ સૌના મોઢા ઉપર તાળા લાગી ગયા છે.

આ વિડિઓ ન્યુઝ એજન્સી એએનઆઈ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. શુક્રવારે વાયુસેના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. વાયુસેનાના એરચીફ માર્શલ રાકેશસિંહ ભદૌરિયાએ જણાવ્યું હતું કે “વાયુસેનાએ એક વર્ષમાં અનેક સિદ્ધિઓ મેળવી છે. જેમાં 26 ફેબ્રુઆરીની બાલાકોટ એરસ્ટ્રાઇક પણ સામેલ છે. બાલાકોટમાં આતંકી શિબિરોને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવી હતી.”

આ વિડીઓમાં સ્પષ્ટ દેખાઈ રહયું છે કે ભારતના મિરાજ વિમાન પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશી આતંકી કેમ્પને ધડાધડ નષ્ટ કરી રહ્યા છે. વધુમાં એ વિડીઓમાં એમ પણ જોવા મળે છે કે એરસ્ટ્રાઇકના બીજા દિવસે એટલે કે 27ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાની વાયુસેના દ્વારા ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેને પણ ભારતીય વાયુસેના દ્વારા સીમાની બહાર ખદેડી દેવામાં આવ્યા હતાં.

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આખો દેશ રોષે ભરાયો હતો. પરંતુ ભારત તરફથી કોઈને પણ ગંધ ના આવે એ રીતે કરેલી બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ આખો દેશ ખુશખુશાલ હતો. જેમાં 300થી વધુ આંતકીઓ માર્યા ગયા હોવાના સમાચાર હતા. એ ઘટનાના 7 મહિના બાદ ભારતીય વાયુસેના દ્વારા આ વિડિઓને બહાર લાવી દેશને વાયુસેના માટે ગર્વ કરવાનું એક વધુ કારણ આપ્યું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.