ઢોલીવુડ મનોરંજન

ડગમગી ગયેલા વિશ્વાસને હિંમત આપે એવું પાર્થિવ ગોહિલનું “આત્મનિર્ભર ભારત” ગીત થયું લોન્ચ, સોશિયલ મીડિયામાં થઇ રહ્યું છે વાયરલ

આખી દુનિયા આજે કોરોના વાયરસ સામે લડી રહી છે ત્યારે આપણા દેશમાં પણ આ વાયરસનો ખતરો એટલો જ ઘાઢ બન્યો છે, પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ દેશને “આત્મનિર્ભર” બનાવવાની વાત જણાવી હતી, ત્યારબાદ ભારત આજે દ્રઢ ઈચ્છાશક્તિ, નિર્ણાયક નેતૃત્વ સાથે “આત્મનિર્ભર ભારત” અભિયાન તરફ આગળ વધી રહ્યુ છે. વિશ્વથી વિમુખ ભારત નહીં, પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર ભારત જે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પોતાનું પ્રદાન આપતું આવ્યું છે અને આવનાર સમયમાં પણ આપશે આ વાતને વધુ મજબૂતીથી મુકવાના હેતુથી ગુજરાતના અગ્રણી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓબી ઇવેન્ટના સ્થાપક શ્રી પ્રશાંત ગજ્જર અને પાર્થિવ ગોહિલે ભેગા મળીને એક અનોખું સુંદર ગીત “આત્મનિર્ભર ભારત ” લોન્ચ કર્યું. જેના શબ્દો લખ્યા છે ડો. શૈલેશ રાવલ એ અને સંગીત આપ્યું છે “ભાર્ગવ ચાંગેલા”એ, વિડીઓ ડાયરેકશન “મેહુલભાઈ પટેલ” દ્વારા કરવામાં આવ્યું છે.

પાર્થિવ ગોહિલના સ્વરમાં ગવાયેલું આ ગીત સોશિયલ મીડિયામાં ખુબ છવાઈ રહ્યું છે અને ચાહકો તેને ખુબ પસંદ પણ કરી રહ્યા છે ત્યારે આ ગીત માટે વિશેષમાં મોરબીના સાંસદ શ્રી મોહન ભાઈ કુંડારીયા, જીલ્લા કલેકટર શ્રી જે બી પટેલ, મોરબી જીલ્લા એસપી ડો કરણરાજ વાઘેલા અને ગુજરાતના અનેક કલાકારો એ શુભકામનાઓ સાથે રાજીપો પણ વ્યક્ત કર્યો છે.

મૂળ ગુજરાતના વતની અને હાલ બોલીવુડમાં જે પોતાના આવાજનો જાદુ પાથરી રહ્યા છે એવા પ્રખ્યાત ગાયક કલાકાર શ્રી પાર્થિવ ગોહિલનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને દેશ માટેની લાગણી જગ જાહેર છે. એમને એનેક વાર જાહેર મંચ પર દેશ માટેના ગરવી ગુજરાત માટેના ગીતો પ્રસ્તુત કરીને લોકોના હૃદય જીતી લીધા છે.

લોકડાઉન દરમ્યાન સોશિયલ ડિસ્ટનસિંગ અને વર્ક ફ્રોમ હોમના નિયમને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ગીતની રચના કરવામાં આવી છે ,જેમાં પાર્થિવ ગોહિલે એમના મુંબઈ સ્થિત ઘરેથી જ વિડીયો બનાવીને રેકોર્ડ કરી તૈયાર કર્યું છે.  વિડીયો ડાયરેકશન પણ ઘરેથી જ કરવામાં આવ્યું .આ ગીત હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ઓબી ઇવેન્ટ મોરબીની ઓફિસિયલ ચેનલ પર આ ગીત નિહાળી શકાય છે.

વધુમાં ઓબી ઇવેન્ટ મૂળ મોરબીથી સંચાલિત છે જે વર્ષોથી સામજિક જાહેર ક્ષેત્રે ખુબ બધી સેવાકીય પ્રવતિઓ કરતા આવ્યા છે. આ લોકડાઉનના સમય દરમિયાન તેઓ એ અનેક સ્થાનિક કલાકારોને પોતાની કલા લોકો સુધી પોચાડવાના હેતુથી અને લોક સાંસ્કુતિ લોકો સુધી પહોંચાડવામાં હેતુથી ખુબ બધા લાઈવ સેશન કરેલ હતા ત્યાર બાદ જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીથી પ્રેરાઈને સામાજિક સેવાના ભાગ રૂપે આ આ ગીતની રચના કરવાની પહેલ કરી છે. ઓબી ઇવેન્ટ પાછલા ૭ વર્ષથી સફળતા પૂર્વક સામજિક ક્ષેત્રે સક્રિય છે. જેમના સ્થાપક પ્રશાંત ભાઈ ગજ્જર જણાવે છે કે હાલ આ ગીત ગુજરાતી ભાષામાં સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતી મિત્રો માટે બનાવ્યું છે. આવનાર સમયમાં આવા અવનવા ગીતો અન્ય ભાષામાં બોલીવુડના દિગ્ગજ કલાકારોના સાથ સાથે દેશ પ્રેમના જ વિષય પર બનવાની પહેલ કરવા જઈ રહ્યા છે.

તમે પણ નિહાળો આ સરસ મઝાનનાં ગીતને નીચે ક્લિક કરી !!!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.