કાઠિયાવાડી ભોજન સાથે અચૂક ખવાતું મરચાંનું અથાણું બનાવવાની પરફેક્ટ રીત, નોંધી લો રેસિપી

0

ગુજરાતી ભોજનમાં સામેલ આથેલાં મરચા એ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. આ સ્પાઈસી અથાણું બનાવવામાં સરળ અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોય છે. એને કોઈ પણ કાઠિયાવાડી ભોજન સાથે કે ખીચડી સાથે ખાઈ શકાય છે. એમાં રાઈનો સ્વાદ અને સાથે જ લીંબુનો ફ્લેવર ખૂબ જ ટેસ્ટી બનાવે છે. જયારે આને ઘરે બનાવવામાં આવે છે ત્યારે સંપૂર્ણ ધ્યાન આપીને બનાવવામાં આવે છે. ઘરે બનાવેલા આ આથેલાં મરચામાં પ્રિઝર્વેટિવ્સ નથી હોતા જેથી તે સ્વાસ્થ્યને નુકશાન પણ નથી કરતા. તો આજે જોઈએ આથેલાં મરચા બનાવવાની રેસિપી –

સામગ્રી –

  • લીલા મોળાં મરચા 150 ગ્રામ
  • મીઠુ 1/5 ચમચી
  • હળદર 2 ચમચી
  • રાઈના કુરિયા 2 ચમચી
  • હિંગ 1/4 ચમચી
  • તેલ 2ચમચી
  • હિંગ ચપટી
  • લીંબુનો રસ 2 ચમચી

રીત

સૌપ્રથમ એક બૉઉલમાં લીલા મરચાને સમારી એની ચીરી કરી લો પછી એમાં મીઠુ અને હળદર નાખી ઢાંકી દો થોડી વાર પછી એનું પાણી છૂટું પડશે પછી એનું પાણી કાઢી કોરા કરી લો અને પછી એને એક કપડાં પર પાથરી લો જેથી પાણી બધુ જ નીકળી જાય અને કોરા થઈ જાય કેમ કે લાંબા સમય સુધી રાખવા માટે કોરા કરવું જરૂરી છે પછી એક બૉઉલ લઇ લો એમાં રાઈના કુરિયા એડ કરી મીઠુ, હળદર, હિંગ એડ કરી મિક્સ કરી લો અને ગરમ ગરમ તેલ એડ કરો અને ઢાંકી દો પછી એમાં મરચા એડ કરી મિક્સ કરી લો અને પછી લીંબુનો રસ એડ કરી ફરી મિક્સ કરી લો. તો તૈયાર છે આથેલાં લીલા મરચા જરૂરથી બનાવજો.

આથેલાં લીલા મરચા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here