ટીવી પર પ્રસારિત થનાર ફેમસ શો “ભાભીજી ઘર પર હે”માં વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર નિભાવી જબરદસ્ત પોપ્યુલારિટી હાંસિલ કરનાર આસિફ શેખને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેમણે લગભગ 3 દાયકા પહેલા બોલિવુડ ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આજે તેમને લોકો આસિફ શેખ કરતા તો વિભૂતિ નારાયણ મિશ્રાના નામે વધારે જાણે છે.
આસિફ શેખ ભલે જ અભિનયના ફિલ્ડમાં છે. પરંતુ તેમના દીકરા અને દીકરીને અભિનયની દુનિયામાં કોઇ દિલચસ્પી નથી. તેમની પત્ની હાઉસવાઇફ છે. તેમની દીકરી એક ટૈલંટ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. ત્યાં જ તેમના દીકરાનું સપનું ડાયરેક્ટર બનવાનુ છે. તેણે ડાયરેક્ટર માજિદ મજીદીને પણ અસિસ્ટ કર્યુ છે.
આસિફ શેખ આજે જયાં પણ છે તેઓ પરિવારના સપોર્ટના કારણે છે. લગભગ 33 વર્ષ પહેલા તેમણે હિંદી ફિલ્મોથી આ દુનિયામાં પગ મૂક્યો હતો. તેમણે નાના-મોટા ઘણા રોલ નિભાવ્યા છે. આજે તેઓ જયાં પણ છે તેમના પાછળ તેમના પરિવારનું ઘણુ યોગદાન છે. આસિફ શેખ અસલ જીવનમાં ફેમીલી મેન છે. તેઓ તેમના પરિવારના ઘણા નજીક છે.
તેમની દીકરી મરિયમ ઘણી જ ખૂબસુરત છે. તેઓને તેમની દીકરી સાથે ઘણો લગાવ છે. તે અવાર નવાર દીકરી અને પરિવાર સાથે તસવીરો શેર કરતા રહે છે. જણાવી દઇએ કે, તેમની દીકરી સોશિયલ મીડિયાથી દૂર છે અને તેના કારણે તેમની સિંગલ તસવીરો સોશિયલ મીડિયા પર નથી.આસિફ શેખની દીકરી મરિયમની ખૂબસુરતી કોઇ અભિનેત્રીથી કમ નથી.
મરિયમ શેખનો એક ભાઇ છે, જેનું નામ અલીજાહ છે. મરિયન તેના ભાઇની ઘણી ક્લોઝ છે. કેટલાક વર્ષ પહેલા એક ન્યુઝ પોર્ટલને આપેલ ઇન્ટરવ્યુમાં આસિફ શેખે જણાવ્યુ હતુ કે, ટાઇટ શેડ્યુલને કારણે તે ઘણીવાર પરિવારને સમય નથી આપી શકતા પરંતુ તેમના પરિવારે તેમનો હંમેશા સાથ આપ્યો છે.