માલદીવ્સમાં વિદેશી પતિને હોઠ પર કિસ પર કિસ કરતી જોવા મળી, જુઓ
લોકપ્રિય શો નાગિનની અભિનેત્રી આશ્કા ગોરાડીયા ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે. સોશિયલ મીડિયા પર હંમેશા સક્રિય રહેનારી આશ્કા હંમેશા પોતાની હોટ અને ગ્લેમરસ તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. એવામાં એક ફરીથી આશ્કાએ રોમેન્ટિક તસ્વીર શેર કરી છે.

તસ્વીરમાં તે પોતાના વિદેશી પતિ બ્રેન્ટ ગોબ્લે સાથે દેખાઈ રહી છે. તસ્વીરમાં આશ્કાએ બિકીની પહેરી રાખી છે જેમાં તેનો અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે. જ્યારે બ્રેન્ટ શર્ટલેસ દેખાઈ રહ્યા છે. તસ્વીરમાં આશ્કા પતિને ગાલ પર કિસ કરતી પણ દેખાઈ રહી છે

સામે આવેલી આ તસ્વીર સમુદ્ર કિનારાની દેખાઈ રહી છે અને સૂરજની રોશનીમાં તસ્વીરની ચમકતા પણ ઉભરાઈ રહી છે. તસ્વીરની સાથે આશ્કાએ લખ્યું હતું કે,”સનલાઇટ”.આશ્કાની આ તસ્વીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે.

જો કે આ પહેલી વાર નથી કે આશ્કાએ પતિ સાથેની રોમેન્ટિક તસ્વીર શેર કરી હોય.અવારનવાર તે પતિ સાથેની વેકેશનની અને બીચ કિનારે રોમાન્સ કે યોગા કરતી તસ્વીરો શેર કરતી રહે છે. આશ્કા પોતાની ફિટનેસ પર પણ ખુબ ધ્યાન આપે છે અને યોગા અને વ્યાયામ કરતી તસ્વીરો પણ શેર કરે છે.

આશ્કાએ આગળના જ વર્ષે ડિસેમ્બર મહિનામાં બોયફ્રેન્ડ બ્રેન્ટ સાથે અમદાવાદમાં લગ્ન કર્યા હતા. લગ્ન ક્રિશ્ચિયન અને હિન્દૂ એમ બંન્ને રિવાજોથી થયા હતા. આશ્કા અને બ્રેન્ટની પહેલી મુલાકાત અમેરિકામાં થઇ હતી જેના પછી બંન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા, બંન્નેએ નચ બલિયે-8માં પણ ભાગ લીધો હતો.
View this post on Instagram
જણાવી દઈએ કે આશ્કા મૂળ ગુજરાતના અમદાવાદની રહેનારી છે. બ્રેન્ટને પણ હિન્દૂ રીત-રિવાજ અને ગુજરાતી ખાણું ખુબ પસંદ છે, જેમાં ઢોકળા, ફાફડા તેને સૌથી વધારે પસંદ છે.

આશ્કાએ પહેલા લગ્ન વર્ષ 2006માં રોહિત બક્ષી સાથે કર્યા હતા અને લગ્નના 10 વર્ષ પછી બંન્નેના છૂટાછેડા થયા હતા.જેના પછી તેના જીવનમાં બ્રેન્ટ આવ્યા હતા. આશ્કા અત્યાર સુધીઆ કુસુમ, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, કહી તો હોગા, વિરુદ્ધ, મેરે અપને, સાત ફેરે, લાગી તુજસેલગન, મહારાણા પ્રતાપ, બાલવીર, નાગિન અને નાગિન-2 જેવા લોકપ્રિય શોમાં કામ કરી ચુકી છે.