ત્રણ દિવસ સુધી દુકાન અને કારમાં લાશને છૂપાવતો રહ્યો યુવક, દુર્ગંધે ખોલ્યુ રાઝ, 24 વર્ષિય પ્રિયંકાએ શેર માર્કેટમાં પૈસા લગાવવા પછી….

મેડિકલ ચલાવનાર યુવક સાથે લફડું ચાલુ કર્યું પ્રિયંકાએ, બંને એ શેર માર્કેટમાં પૈસા લગાવવા પછી….

એક બાજુ જ્યાં પૂરો દેશ શ્રદ્ધા કેસથી આઘાતમાં છે, ત્યાં બીજી બાજુ એવી જ મળતી ઝુલતી ઘટના સામે આવી છે. છત્તીસગઢના બિલાસપુરના કસ્તૂરબા નગરના મકાનથી લાશની દુર્ગંધ આવતા પૂરા મામલાનો ખુલાસો થયો છે. ભિલાઇ નિવાસી 24 વર્ષિય પ્રિયંકા સિંહ બિલાસપુરમાં રહીને અભ્યાસ કરી રહી હતી. તે ટિકરાપારા મન્નુ ચોક સ્થિત હોસ્ટેલમાં રૂમ લઇને રહેતી હતી. જ્યાં તે પ્રતિયોગિતા પરીક્ષાની તૈયારી કરી રહી હતી. પ્રિયંકા છેલ્લા 4 દિવસોથી ગાયબ હતી, જેનાથી પરેશાન પરિવારજનોએ કોતવાલી પોલિસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

જે બાદ આ મામલાનો ખુલાસો થયો હતો. જણાવી દઇએ કે, મન્નૂ ચોકમાં રહેવા દરમિયાન તેનુ દયાલબંદમાં મેડિકલ એજન્સી ચલાવનાર આશીષ સાહુની દુકાનમાં આવવા-જવાનું હતુ. આ દરમિયાન બંને વચ્ચે ઓળખ થઇ અને બંને મળી શેર માર્કેટમાં પૈસા લગાવવા લાગ્યા. આ વચ્ચે જ્યારે પ્રિયંકાને લાગ્યુ કે જબરદસ્ત નુકશાન થઇ રહ્યુ છે તો બંને વચ્ચે સંબંધમાં ખટાસ આવી ગઇ અને પ્રિયંકા આશીષ સાહુ પર પૈસા પરત કરવા દબાણ બનાવવા લાગી, જેને કારણે બંને વચ્ચે વિવાદ થયો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આશિષ સાહુ અને પ્રિયંકા સિંહ વચ્ચે પ્રેમ સંબંધ હતો,

પરંતુ પૈસાની લેવડદેવડના વિવાદમાં બંને અલગ થઈ ગયા હતા. પ્રિયંકા આશિષ સાહુના પ્રેમમાં પડી હતી અને તેને 17 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ આશિષ પૈસા પરત કરતો ન હતો. જ્યારે પ્રિયંકાએ તેની પાસે વારંવાર પૈસા માંગવાનું શરૂ કર્યું ત્યારે આશિષે કંટાળીને તેની હત્યા કરી દીધી. પ્રિયંકાની હત્યા કર્યા બાદ આશિષ સાહુએ મૃતદેહને તેની જ દુકાનમાં 3 દિવસ સુધી છુપાવીને રાખ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એજન્સીમાં લોકોની વધારે અવરજવર નહોતી. જેના કારણે કોઈને કંઈ ખબર પડી ન હતી.

આ દરમિયાન મૃતદેહની દુર્ગંધ ન ફેલાય તે માટે તે દુકાનમાં રૂમ ફ્રેશનર, અગરબત્તીઓનો ઉપયોગ કરતો રહ્યો. પરંતુ 3 દિવસ પછી જ્યારે દુર્ગંધ વધવા લાગી ત્યારે તેણે મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી. શુક્રવારની રાત્રે તેણે પ્રિયંકાના મૃતદેહને પોલીથીનમાં લપેટીને તેની કારની પાછળની સીટ પર રાખી દીધો, પરંતુ તે મૃતદેહનો નિકાલ કરવાની હિંમત ન દાખવી શક્યો. એટલા માટે તેણે પ્રિયંકાની ડેડ બોડી કારની સાથે કસ્તુરબા નગરમાં તેના ઘરના ગેરેજમાં છુપાવી દીધી હતી.

પરંતુ શનિવારની બપોર બાદ ચારે બાજુ જ્યારે દુર્ગંધ ફેલાઈ ત્યારે પડોશીઓનું ધ્યાન તે કાર તરફ ગયું. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસને પહેલાથી જ આશિષ પર શંકા હતી. પોલીસે આ કેસમાં આશિષની ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો છે કે હત્યા બાદ પણ આશિષે પ્રિયંકાની લાશને 4 દિવસ સુધી તેની દુકાન અને ઘરે કેમ રાખી? પ્રિયંકા કે જે એક વિદ્યાર્થીની હતી તેની પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી ? પોલીસ પણ આ સવાલોના જવાબ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Shah Jina