ધાર્મિક-દુનિયા

આજથી 600 વર્ષ જુના મા આશાપુરાના મઢનો ઇતિહાસ વાંચો… કચ્છમાં આ માતાના મઢના કોને કોને દર્શન કરેલા છે?

આપણા દેશ ભારતમાં ઘણા મંદિરો આવેલા છે. દરેક મંદિરોનો મહિમા જુદો જ છે. દરેક મંદિરો ભક્તોની આસ્થાનું પ્રતીક બની રહયા છે, ત્યારે આપણા દેશમાં દેવીઓના મંદિરોની તો અનોખી જ મહિમા અને ચમત્કારો છે. ત્યારે આજે વાત કરીએ માતાના મઢની.

કચ્છની રાજધાની ભૂજથી લગભગ 80 જેટલા કિલોમીટર દૂર આવેલ આ માતાનો મઢ એટ્લે આશા પૂરી કરનાર માતા આશાપૂરાનું મંદિર. જે કચ્છ ઉપરાંત દેશ વિદેશમાં તેના ચમત્કારોથી આસ્થાનું પ્રતિક બની ગયું છે.

Image Source

લગભગ ચૌદમી સદીના આરંભમાં અહીંયા લાખા કુલાનીના પિતાજીના રાજમા બે વાણિયા મંત્રી હતા અજો અને અનો. આ કરાડ વાણિયાઓએ આ મંદિર બંધાવ્યું હતું. જે એ પછી 18મી સદીમાં આવેલ ભૂકંપના આખા મંદિરનો નાશ થયો. ત્યારબાદ સમય જતાં અહીંયા વલ્લભાજીએ મંદિર બંધાવ્યું જે બ્રહ્મ ક્ષત્રિય હતા. આ મદિર અઠાવન ફૂટ લાંબુ, બત્રીસ ફૂટ પહોળું અને લગભગ બાવન ફૂટ ઊંચુ છે.

આ મંદિર ફરી એકવાર 2001માં જે ભૂકંપ આવ્યો એમાં આખા મંદિરને મોટું નુકશાન થયું. મંદિરનો ગુંબજ તૂટી ગયો હતો. પરંતુ ફરી આ મંદિરને ભવ્ય મંદિર બનાવી દેવામાં આવ્યું. આમ સમયે સમયે મંદિરને નુકશાન થયું પણ સમયે સમયે માતા આશાપૂરા દેવીની કૃપાથી તેના ભક્તોએ આ મંદિરને વિશાળ બનાવતા ગયા. આજે આ મંદિર વિશાળ પટાંગણમાં ઊભું છે. જેની મુર્તિ જ છ ફૂટ લાંબી અને પહોળી છે. આ મુર્તિ સ્વયંભૂ મુર્તિ છે. અને આખી મુર્તિ લાલ રંગની છે.

Image Source

એવું કહેવાય છે કે અહીં એકવાર કચ્છના ક્રોમવેલના જમાદારને પણ માતાના ચમત્કારનો પરચો મળ્યો હતો એ જાતે મુસ્લિમ હતા છતાં માતાને ખૂબ માને છે. તેમણે માં આશાપૂરના દરબારમાં એકતાળીસ વાતની ચાંદીની દીવી ભેટ આપી હતી. અને મા આશાપૂરાના મંદિરના પૂજારીને પણ રાજા જેટલું જ સન્માન મળે છે. તેમણે પૂજારીથી નહી પણ રાજબાવાથી ઓળખવામાં આવે છે. જો કચ્છના રાજા પણ આ મંદિરમાં દર્શન કરવા આવે તો તેમણે પણ રાજાબાવાનું માન સન્માન કરવું પડે છે. રાજાબાવા એમના સિંહાસન પર બેસે અને કચ્છના રાજા એમની સામે નીચે જમીન પર બેસતા હતા. એટ્લે આ મંદિરના પૂજારીને પણ ખૂબ જ માન સન્માન આપવામાં આવે છે મા આશાપુરા કચ્છ અને જામનગરના જાડેજા કુળના કુળદેવી છે.

દર આસો માસની નવરાત્રીમાં માતાના મધે ચાલીને લાખો લોકો માતાના દર્શન કરવા માટે પદયાત્રા કરે છે. માતાના મઢના રસ્તા પર આ પદયાત્રીઓની સેવા કરવા માટે આખા રસ્તે ધીર ધીર કેમ્પ લગાવવામાં આવે છે. છેક સૂરજબારીથી માતાના મઢ સુધીમાં હજારો કેમ્પપદાયત્રીઓ અને ભક્તની સેવા માટે રાતોરાત ઊભા થઈ જાય છે. જેમાં જમવાની સગવડતા, નહાવાની સગવડતા, આરામ કરવાની સગવડતા, મેડિકલ કેમ્પ અને બીજી નાની મોટી સેવાઓ તો ખરી જ.

Image Source

નવરાત્રીમાં માતાના મઢ મા આશાપૂરાના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે. આ ગામના પાદરથી લઈને મંદિર સુધી દર્શનાર્થીઓની લાઈનો જોવા મળે છે. માતાજીને પ્રસાદ તરીકે ચડાવવામાં આવતા નાળિયેરના છોતરાં આખા રસ્તા પર પથરાઈ જાય છે તમે એક નજરે જોતા એવું જ લાગે કે નાળિયેરના છોતરાનો જ રસ્તો બન્યો છે. લાખો લોકો માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને આઠમના દિવસે કચ્છના રાજા આજે પણ ત્યાં યજ્ઞ કરે છે. હાલ પણ એમના વંશજો આઠમના દિવસે માતાના મધે આવીને માતા આશાપુરાના ભવ્ય યગ્નનું આયોજન કરી માતાની આરતીમાં સામેલ રહીને જાતર ચઢાવે છે.