મનોરંજન

અક્ષય કુમારની આ હિરોઈનને ગુપચુપ કરી લીધા લગ્ન, માલદીવમાં હનીમૂન માણી રહી છે, 7 Photos જુવો

‘ખતરો કે ખેલાડી’ની વિનર અને સારી ફિલ્મમાં કામ કરનારી એક્ટ્રેસ આરતી છાબડીયાએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્નગ્રંથીથી બંધાઈ ગઈ હતી. આરતીએ આ ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

Hello my #instafam ! Thank you for all the love.. #maldives #mirihi #mirihiislandresort #asuniqueasyou

A post shared by Aarti Chabria (@aartichabria) on


આરતી છાબડીયાએ ગત 25જૂને તેના બોયફ્રેન્ડ વિશારદ સાથે લગ્નગ્રંથીથી બંધાઈ ગઈ હતી. આરતીએ પારંપરિક રીત-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ફોટો સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા. લગ્ન બાદ આરતી તરત જ તેના પતિ સાથે હનીમૂન પર માલદીવ ચાલી ગઈ હતી. સોશિયલ મીડિયામાં આરતીએ હનીમૂનની ફોટો શેર કરી છે. જેમાં આરતી અને વિશારદ રોમેન્ટિક મૂડમાં નજરે આવે છે. આરતી અમે વિશારદ કેમેસ્ટ્રી સાફ જોવા મળી રહી છે.


ઇન્સ્ટાગ્રામ પર આરતીએ આ ફોટો ફેન્સ સાથે શેર કરી હતી. આ તસ્વીરમાં આરતી બીચ પર તેના પતિ સાથે પોઝ દેતી નજરે ચડે છે. તો બીજી તસવીરોમાં તેનો હાથ પકડેલો નજરે ચડે છે. આ તસ્વીરોમાં આરતીએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

Heaven on earth… 👏👏👏 what a beautiful place… #mirihi #asuniqueasyou #travelblogger #maldives #honeymoon

A post shared by Aarti Chabria (@aartichabria) on


વિશારદ ઓસ્ટ્રેલિયામાં ટેક્સ કન્સલ્ટન્ટની જોબ કરે છે. લગ્નની વાત કરવામાં આવે તો આ ખાસ પ્રસ્નહે આરતીએ લાલ કલરનો લહેંગો પહેર્યો હતો. જયારે વિશારદે આછા ગુલાબી કલરબી શેરવાની પહેરી હતી.આરતીએ આ માર્ચમાં ગુપચુપ રીતે સગાઈ કરી લીધી હતી. આરતીના લગ્નમાં ટીવી એક્ટર્સ શીના બજાજ અને રોહિત પુરોહિત પણ નજરે આવ્યા હતા.


આરતીએ એક વેબસાઈટમાં આપેલા ઇન્ટરવ્યૂમાં સગાઈની વાત પર મહોર લગાવી હતી. સાથે જ કહ્યું હતું કે,મારા પરિવારને લાગતું હતું કે મને સૌથી સારો છોકરો મળશે. અને વિશારદને મળીને મને અહેસાસ થયો કે આમાં બધું છે જે હું ઇચ્છતી હતી. અને મેં જેનું સપનું જોયું હતું. લાંબા ઇન્તજાર પછી મારા અરેન્જ મેરેજ થઇ રહ્યા છે.


આરતીએ તેની ફિલ્મ કરિયરની શરૂઆત 2010માં ‘દસ તોલા’થી કરી હતી.જેના પછી મિલેંગે-મિલેંગે, કિસસે પ્યાર કરું, હૈ બેબી, તુમસે અચ્છા કૌન હૈ,લજ્જા, શાદી નંબર વન, પાર્ટ્નરજેવી ફિલ્મોમાં નજરે આવી હતી. પરંતુ આરતીની કરિયરને ઉડાન ના મળી. આરતીની સૌથી વધુ ચર્ચિત ફિલ્મ આવારા પાગલ દીવાના હતી.આ એક કોમેડી ફિલ્મ હતી. જેમાં આરતી અક્ષયકુમારની હિરોઈન બની હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks