KKR vs DC મેચમાં પણ આ છોકરી બની મિસ્ટ્રી ગર્લ, યુઝર્સને કેમેરામેનથી થઇ ગયો પ્રેમ

હાલ તો IPLનો માહોલ જામી રહ્યો છે અને આ વખતે IPLમાં બે નવી ટીમોનો વધારો પણ થયો છે. આ 10 ટીમો હાલ પોતાનું પ્રદર્શન મેદાન પર બતાવી રહી છે. ત્યારે ઘણીવાર IPLમાં મિસ્ટ્રી ગર્લ્સ જોવા મળે છે, જે મેચ દરમિયાન કેમેરામાં કેદ થઇ જતી હોય છે અને પછી સોશિયલ મીડિયા પર તેની જ ચર્ચા જોવા મળે છે. ત્યારે IPL 2022ની KKR vs DC મેચમાં એક મિસ્ટ્રી ગર્લની ચર્ચા મેચ કરતા પણ વધુ થઇ છે. તેની તસવીરો ઇન્ટરનેટ પર હંગામો મચાવી રહી છે. તસવીરો વાયરલ થતા જ લોકો એ જાણવા માંગતા હતા કે આખરે આ મિસ્ટ્રી ગર્લ છે કોણ ?

કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગ દરમિયાન કુલદીપ યાદવે રનિંગ દરમિયાન શાનદાર કેચ લીધો ત્યારે આ મિસ્ટ્રી ગર્લ કેમેરામાં જોવા મળી હતી. પછી કેમેરામેને કેમેરો સ્ટેન્ડમાં બેઠેલી સુંદર યુવતી તરફ ફેરવ્યો. યુવતી સફેદ ટોપમાં જોવા મળી રહી હતી અને યુવતીને જોઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ છવાઈ ગઈ હતી.

આ વાયરલ થયેલી મિસ્ટ્રી ગર્લના નામ પરથી પડદો ઊંચકાયો છે. મેચ બાદ આ મિસ્ટ્રી ગર્લનો ઈન્ટરનેટ પર દબદબો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ યુવતીના ફોટા શેર કરીને સુંદરતા અને ક્યૂટનેસના જોરદાર વખાણ કરી રહ્યા છે. આ મિસ્ટ્રી ગર્લનો ફોટો પણ ઘણા પેજ પરથી શેર કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે જે તાજા સમાચાર આવી રહ્યા છે તે મુજબ આ મિસ્ટ્રી ગર્લનું નામ આરતી બેદી જણાવવામાં આવી રહ્યું છે.

જો કે અમે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ નથી કરી રહ્યા, પરંતુ આરતી બેદીની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પણ સોશિયલ મીડિયા અને ઘણા સમાચારોમાં શેર કરવામાં આવી રહી છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આરતી બેદી એ જ મિસ્ટ્રી ગર્લ છે જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આરતી બેદી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by AartiBedi (@aartibedii)

હકીકતમાં, હાલમાં જ આઈપીએલ 2022ની કોલકાતા અને દિલ્હીની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન કેમેરાની નજર એક દર્શક પર પડી હતી. જે બાદ કેમેરામેને તે યુવતી બાજુ ઘણી વખત કેમેરા ફેરવ્યો હતો. ગ્રાઉન્ડની બહાર મેચ જોઈ રહેલા લોકોએ કેમેરામેનની આ ક્રિયાનો ફોટો લીધો અને ફની મીમ્સ બનાવીને વાયરલ કરવા લાગ્યા. આ સાથે યુવતીની સુંદરતાના પણ જોરદાર વખાણ કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by AartiBedi (@aartibedii)

બસ ત્યારથી આ છોકરી મિસ્ટ્રી ગર્લ બની અને સોશિયલ મીડિયા પર લોકો તેની શોધ કરવા લાગ્યા. આરતી બેદીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. યુઝર્સે તેની સુંદરતાની ઘણી પ્રશંસા કરી રહ્યા છે અને તેની ક્યુટનેસના પણ વખાણ કરી રહ્યા છે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં દેખાતી મિસ્ટ્રી ગર્લ આરતી બેદીએ કેટલીક જાહેરાતોમાં અભિનય કર્યો છે. સોશિયલ મીડિયા પર તેના 48.4K ફોલોઅર્સ છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલુ છે.

 

View this post on Instagram

 

A post shared by AartiBedi (@aartibedii)

કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં ઋષભ પંતની ટીમ શ્રેયસ અય્યરની ટીમ પર ભારે સાબિત થઈ હતી. KKR આ મેચ 44 રનથી હારી ગયું હતું અને આ જીતની સ્ક્રિપ્ટ KKRના ભૂતપૂર્વ સ્પિનર ​​કુલદીપ યાદવે લખી હતી. આ મેચમાં કુલદીપે 4 વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે આ સિઝનનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો

 

View this post on Instagram

 

A post shared by AartiBedi (@aartibedii)

જ્યારે ડેવિડ વોર્નર અને પૃથ્વી શૉની અડધી સદીના આધારે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. જેના જવાબમાં KKR 19.4 ઓવરમાં 171 રન બનાવીને ઈનિંગ્સ સમેટાઈ ગઈ હતી. કુલદીપ યાદવે ચાર, ખલીલ અહેમદે ત્રણ અને શાર્દુલ ઠાકુરે બે વિકેટ ઝડપી હતી.

Shah Jina