ફિલ્મ રીલિઝ થયાના એકાદ દિવસ બાદ આ અભિનેત્રીની થઇ હતી મોત, કામ ન મળવાને કારણે કરાવી હતી સર્જરી

સાઉથ અભિનેત્રીની દર્દનાક કહાની ! મોટાપાને કારણે કામ મળવાનું બંધ થઇ ગયુ તો કરાવી સર્જરી અને 31 વર્ષની ઉંમરે ચાલી ગયો જીવ

તેલુગુ ફિલ્મ અભિનેત્રી આરતી અગ્રવાલની 5 માર્ચે જન્મજયંતિ હતી. આરતીનો જન્મ 5 માર્ચે ન્યુ જર્સીમાં થયો હતો. જ્યારે આરતી 14 વર્ષની હતી, ત્યારે અભિનેતા સુનીલ શેટ્ટીએ તેને ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્ટેજ પર ડાન્સ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. તેનો ડાન્સ જોઈને સુનીલ શેટ્ટીએ આરતીના પિતાને કહ્યું કે તેણે બોલિવૂડમાં કામ કરવું જોઈએ.આરતીએ માત્ર 16 વર્ષની ઉંમરે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 2001માં બોલિવૂડ ફિલ્મ ‘પાગલપન’ અને તે જ વર્ષે દક્ષિણની ફિલ્મ ‘નુવવુ નાકુ નચાવ’થી પ્રવેશ કર્યો હતો.

આ સિવાય તેણે સાઉથની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. આરતીએ સાઉથના લગભગ તમામ સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી હતી. તેણે ચિરંજીવી, નાગાર્જુન, મહેશ બાબુ, રવિ તેજા, જુનિયર એનટીઆર, પ્રભાસ સહિત અન્ય કલાકારો સાથે ફિલ્મોમાં કામ કર્યું. તેણે તેની કારકિર્દીમાં 25 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેણે 2005માં સહ કલાકાર તરુણ સાથેના પ્રેમ સંબંધમાં અણબનાવ પછી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

તેણે તેની કારકિર્દીમાં તેલુગુ, તમિલ અને હિન્દી સહિત લગભગ 25 ફિલ્મોમાં કામ કર્યું. આરતી સ્થૂળતાથી પીડાતી હતી અને તેના મોતના એક મહિના પહેલા તેણે લિપોસક્શન સર્જરી કરાવી હતી. આ સર્જરી દ્વારા તેના શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવામાં આવી હતી. હૈદરાબાદના એક ડૉક્ટરે તેને સર્જરી ન કરાવવાની સલાહ આપી હોવા છતાં તેણે ડૉક્ટરની વાત માની નહીં. આ સર્જરી બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.

તેને ન્યુ જર્સીની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું બીજું ઓપરેશન થવાનું હતું. પરંતુ અચાનક તેનું મોત થયું. આરતીના મોત પછી, તેના મેનેજરે સમાચાર એજન્સીઓને જણાવ્યું કે તે સ્થૂળતા અને ફેફસાની બિમારીથી પીડિત છે, જેની સારવાર પણ ચાલી રહી છે. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે બચી ન શકી. તેનું અવસાન 6 જૂન, 2015ના રોજ ન્યુ જર્સીમાં થયું હતું. ત્યારે તે માત્ર 31 વર્ષની હતી. તેના મોતના એક દિવસ પહેલા એટલે કે 5 જૂન 2015ના રોજ તેની ફિલ્મ ‘રણમ-2’ રીલિઝ થઈ હતી.

આરતીએ અગાઉ સર્જરી માટે હૈદરાબાદ સ્થિત ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેણે તે કરવાની ના પાડી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરતીને ફિલ્મોની ઑફર મળવાનું બંધ થઈ ગયું હતું, જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી અને તેની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હતી. તેનું કારણ તેની વધતી જતી સ્થૂળતા હતી. આનાથી છુટકારો મેળવવા માટે તેણે સર્જરી કરાવવાનું નક્કી કર્યું, પરંતુ તેના કારણે તેણે જીવ પણ ગુમાવ્યો.

તમને વર્ષ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ઈન્દ્રા ધ ટાઈગર યાદ હશે. આ ફિલ્મ ટીવી એટલી વાર બતાવવામાં આવી છે કે આ ફિલ્મની દરેક કાસ્ટ દર્શકોને યાદ હશે. તેમાં સુપરસ્ટાર ચિરંજીવી, સોનાલી બેન્દ્રે અને આરતી અગ્રવાલ હતાં. પ્રખ્યાત ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમે પણ આ ફિલ્મમાં નાનકડો કેમિયો કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં આરતી અગ્રવાલનો રોલ ઘણો રસપ્રદ હતો.

જણાવી દઇએ કે, આરતીએ મોત પહેલા આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. તેણે 21 વર્ષની ઉંમરે આ કર્યું. આ આત્મહત્યાનું કારણ આરતીનું તેના બોયફ્રેન્ડ તરુણ સાથેનું બ્રેકઅપ હોવાનું કહેવાય છે. આટલું જ નહીં, તેણે 23 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા અને 25 વર્ષની ઉંમરે તેના છૂટાછેડા થઈ ગયા.

Shah Jina