ખબર

જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા વડોદરાના જવાનના અંતિમ દર્શન માટે હજારો લોકો ઉમટયા, માતાપિતાએ કહ્યું, દેશ માટે 100 આરીફ પણ શહીદ થાય તો પરવાહ નથી

જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમ્યાન આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા વડોદરાના 24 વર્ષીય જવાન આરીફ પઠાણ મોહમ્મદ સફીનો પાર્થિવદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો. અહીં એરપોર્ટ પર જ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો.

Image Source

શહીદ જવાન આરીફ પઠાણના પાર્થિવદેહ પર આર્મીના ઉચ્ચ અધિકારીઓઓ દ્વારા પુષ્પાંજલી કરવામાં આવી હતી. આ સમયે વડોદરાના મેયર, સાંસદ, ધારાસભ્યો અને ભૂતપૂર્વ સૈનિકોએ પણ શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી. લશ્કરના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપીને વીર જવાનને રાજકીય સન્માન આપ્યું હતું.

Image Source

પોતાના વ્હાલસોયા દીકરાનો દેહ જોઈને આખો પરિવાર ભાંગી પડ્યો હતો, તો તેનો ભાઈની હાલત પણ આક્રંદ કરીને ખરાબ થઇ ચુકી હતી. આખા પરિવાર અને ત્યાં હાજર લોકોની આંખોમાં દેશનો દીકરો ગુમાવ્યાનું દુઃખ અને દેશ માટે શહીદ થયાનો ગર્વ દેખાઈ રહ્યો હતો.

Image Source

શહીદ આરીફ પઠાણને શ્રદ્ધાંજલિ આપવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા. આ દુઃખદ પ્રસંગે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે શહીદના પરિવારને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

Image Source

સીસીઆઇદ્વારા પરિવારના એક સભ્યને નોકરી આપવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી. શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ પણ તેમના પિતા સાથે આરીફના નિવાસસ્થાને પહોંચ્યો હતો.

Image Source

ફરજ દરમ્યાન શહીદ થયેલા આરીફ પઠાણના માતાપિતાએ જણાવ્યું હતું કે દેશ માટે જીવ આપનાર આરીફ પર તેમને ગર્વ છે. દેશ માટે 100 આરીફ પણ શહીદ થાય તો પરવાહ નથી.

Image Source

શહીદના પિતા નિવૃત આર્મી જવાન સફીઆલમ પઠાણે વધુમાં જણાવ્યું કે ‘રેલવે આર્મીમાં હવાલદાર તરીકે રાજસ્થાનના કોટામાં કામ કર્યું, 2002માં રાજસ્થાનની મુનાબાવ બોર્ડર ખાતે બજાવી ચુક્યો છું. આરીફ લગભગ 7 વર્ષનો હતો, ત્યારથી જ તેનામાં દેશસેવા માટે જોશ હતો. તે નાનપણમાં આર્મીના કપડા પહેરતો. આર્મીમાં જ નોકરી કરશે તેવુ તે કહેતો.’

Image Source

શહીદની માતા રડતા રડતા એટલું જ કહી શક્યા હતા કે ‘આરીફ બેટાં મમ્મી સાથે વાત કર… દેશ માટે જાન આપી, મને તારી પર ખુબ ગર્વ છે..’ શહીદ આરીફ ભાઈ-બહેનોનો વહાલસોયો હતો.

Image Source

તેની બહેનોએ કહ્યું, ‘અમારો ભાઈ દેશ માટે શહીદ થઇ ગયો, આ માટે જવાબદાર લોકોને સજા થવી જ જોઈએ. અમારા ભાઈના હત્યારા અને દેશના દુશ્મનો સાથે બદલો લેવામાં આવે.’

Image Source

શહીદના ભાઈએ કહ્યું, ‘એ બધાની જ મદદ માટે તત્પર રહેતો, હસતો અને બધાને જ ખુશ રાખતો હતો.’ ત્યારે શહીદની 8 વર્ષની ભત્રીજીનું પોતાના ચાચુ માટેનું આક્રંદ સાંભળીને હાજર દરેકની આંખો ભીની થઇ ગઈ હતી.

Image Source

શહીદ આરીફને શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. આ માટે મોટી સંખ્યામાં પોલીસ પણ તહેનાત કરવામાં આવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.