અમદાવાદના આ 8 વર્ષના ટેણીયાથી પ્રભાવિત થયા Appleના CEO ટીમ કુક…. કહ્યું,. “મોટો થઈને તમારી Apple કંપની ખરીદી લઈશ…” જુઓ

“ચાલ તારો હૃતિક રોશન સાથે ફોટો પડાવી આપું !”, 8 વર્ષનો આરવ બોલ્યો “હું તેને નથી ઓળખતો, મારો હીરો ટીમ કુક છે !”, જુઓ કોણ છે ટેણીયું જેને ટીમ કુકને પણ કર્યા ઈમ્પ્રેસ

હાલ Appleના સીઈઓ ટીમ કુક ભારત યાત્રા પર છે અને ગઈકાલે તેમણે દેશના સૌ પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્દઘાટન મુંબઈમાં કર્યું. ટીમ કુક માત્ર 10 મિનિટ માટે જ એપલના સ્ટોરમાં હાજરી આપવા માટે આવ્યા હતા, ત્યાં આ દરમિયાન તેઓ અમદાવાદના એક 8 વર્ષના આરવ શેલતને પણ મળ્યા અને તેમની આ પહેલી મુલાકાતમાં જ તેઓ આરવથી ખુબ જ ઈમ્પ્રેસ પણ થઇ ગયા. 2 મિનિટ સુધી ટીમ કૂકે આરવ સાથે વાતચીત કરી.

આરવની ટી શર્ટ પર ફ્યુચર Apple CEO લખેલું વાંચીને ટીમ કૂકે તેને પૂછ્યું “યૂ આર ગોઈંગ ટૂ બી અ ફ્યૂચર સીઈઓ ઓફ એપ્પલ?.”જેના જવાબમાં આરવ બોલ્યો… ”યસ સર, વેન આઇ ગ્રો અપ ઈટ ઈઝ માય ડ્રીમ ટુ બાય ધી એપ્પલ કંપની એન્ડ કેરી ફોરવર્ડ ટુ યોર લેગેશી.” આ સાંભળી ટીમ કૂકે કહ્યું, ”ઓહ… આઈ એમ રિઅલી ઇમ્પ્રેસ્ડ બાય યુ.”

આરવનું સપનું છે કે તે મોટો થઈને એપલ કંપની ખરીદે અને તેનો સીઈઓ બને. તેના માટે કોઈ કલાકાર કે ક્રિકેટર તેના રોલ મોડલ નથી પરંતુ એપલના સીઈઓ ટીમ કુકને તે પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે. આ સાથે જ તે છેલ્લા બે વર્ષથી ટીમ કુકને મળવા માટેના પ્રયાસ કરી રહ્યો હતો. જેના માટે તે બે વાર અમેરિકા પણ ગયો હતો, પરંતુ ટીમ કુકને મળવાનું તેનું સપનું પૂર્ણ થઇ શક્યું નહોતું.

પરંતુ જયારે હવે એપલના સીઈઓ મુંબઈમાં એપલના સ્ટોરના ઉદ્ઘાટનમાં પહોંચ્યા ત્યારે આરવ પણ ત્યાં પહોંચ્યો અને આખરે તેનું ટીમ કુકને મળવાનું સપનું પૂર્ણ થયું. આરવ હાલ ધોરણ 3માં અભ્યાસ કરે છે અને તે ટીમ કુકને જ પોતાના હીરો પણ માને છે. આરવને એપલની પ્રોડક્ટ પ્રત્યે પણ ખુબ જ પ્રેમ છે અને જયારે ટીમ કૂકે તેને પૂછ્યું કે તને એપલમાં શું સૌથી વધુ ગમે છે ત્યારે આરવે જણાવ્યું કે તેને એપલની પ્રાઇવસી ખુબ જ પસંદ છે. આ સાંભળીને પણ ટીમ કુક ખુબ જ પ્રભાવિત થયા હતા.

આરવના આ લગાવને લઈને તેને ખબર પડી કે ટીમ કુક મુંબઈ આવી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા જ તે પણ અમદાવાદથી મુંબઈ પહોંચ્યો અને ત્યાં પોતાના હીરોને મળવા માટે જિઓ સેન્ટર પહોંચ્યો. જ્યાં આગળની રાત્રે રંગારંગ કાર્યક્રમ હતો તેમાં પણ તે પહોંચ્યો. તેને આશા હતી કે ટીમ કુક અહીંયા આવશે, પરંતુ તે આ કાર્યક્રમમાં આવ્યા નહોતા. આ કર્યક્રમમાં બોલીવુડની પણ ઘણી બધી મોટી મોટી હસ્તિઓ પણ આવી પહોંચી હતી.

હૃતિક રોશન, સોનમ કપૂર, શાહિદ કપૂર પણ આ કાર્યક્રમમાં હાજર હતા. જયારે આરવે ત્યાં કોઈને પૂછ્યું કે ટીમ કુક ક્યાં છે ? ત્યારે તેને ત્યાંથી કહેવામાં આવ્યું કે તે નથી આવ્યા, ચાલ તારો હૃતિક સાથે ફોટો પડાવી આપું. ત્યારે આરવે કહ્યું કે હું એમને નથી ઓળખતો, મારો હીરો તો ટીમ કુક છે. જેના બાદ તે ત્યાંથી નીકળ્યો અને બીજા દિવસે એપલ સ્ટોરના ઓપનિંગ દરમિયાન ટીમ કુક સાથે તેની મુલાકાત થઇ.

Niraj Patel