સુરતના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ પુરુષને બનાવવામાં આવી મહિલા, 10 સર્જરી પાછળ થયો 20 લાખનો ખર્ચ

ચોંકાાવનારી ખબર: પત્નીને છૂટાછેડા આપી આરવ બન્યો આયશા પટેલ, હવે પત્ની બનીને છે ખુશ- જુઓ PHOTOS

ગુજરાતના સુરત શહેરથી એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં પુરુષના રૂપમાં જન્મેલા એક વ્યક્તિએ પોતાના શરીરની 10 સર્જરી કરાવી અને મહિલાનુ રૂપ લીધુ. સુરતનો આ વ્યક્તિ ના માત્ર પુરુષથી મહિલા બન્યો પરંતુ તેેણે એક યુવક સાથે લગ્ન કરી વિવાહિત જીવન પણ શરૂ કરી દીધુ છે. સુરતના રહેવાસી આરવ પટેલ હવે આયશા પટેલ બની ગઇ છે.

આરવ પટેલથી આયશા બનવા માટે બે વર્ષમાં અલગ અલગ 10 સર્જરી કરાવી પડી અને 20 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પુરુષ આરવ પટેલને મહિલામાં પરિવર્તિત કરવા માટે ટોપ ટૂ બોટમ સર્જરી સૂરતના જ એક હોસ્પિટલમાં કરવામાં આવી છે. જે સુરતના ઇતિહાસમાં પહેલી વાર થયુ છે.

મુંબઇમાં જન્મેલ આરવ પટેલ જયારે 6 વર્ષનો હતો ત્યારથી તેને છોકરી જેવા કપડા અને રમકડા પસંદ આવતા હતા. ધીરે ધીરે તે મોટો થતો ગયો અને તેના ઘરવાળાએ તેના લગ્ન જબરદસ્તી એક છોકરી સાથે કરાવી દીધા. પરંતુ લગ્ન બાદ આરવવે તેની હકિકત પત્નીને જણાવી દીધી. તે બાદ આરવ પટેલ અને તેની પત્નીનો ડિવોર્સ થઇ ગયો.  તે બાદ ફેસબુકના માધ્યમથી મુંબઇના રહેવાસી આરવ પટેલની મુલાકાત સુરતના રહેવાસી રોહન પટેલ સાથે થઇ.

આરવ અને રોહન વચ્ચે નજીકતા વધી અને વાત લગ્ન સુધી પહોંચી. રોહન પટેલ અને આરવ પટેલે લગ્ન કરી લીધા. તે બાદ બંને વચ્ચે સર્જરી કરાવવા પર મહિલા બનવાની સહમતિ બની હતી. સુરતની એક હોસ્પિટલમાં માથાના વાળથી લઇને પગના નખ સુધી છેલ્લા બે વર્ષની અંદર સર્જરી કરાવી 25 દિવસ પહેલા જ પુરુષને મહિલા બનાવવામાં આવી છે.

આયશા સાથે લગ્ન કરનાર રોહને જણવ્યુ કે ફેસબુકથી અમારો સંપર્ક થયો હતો અને તેને મેંટલી તૈયાર કરવા માટે ઘણી કોશિશ કરી હતી. મેં તેને સમજાવ્યુ કે, તારી અંદર જે ફિલિંગ્સ છે તે બહાર લાવ, જે ડ્રિમ્સ છે, જે વિશ છે, તેને પૂરી કરો. તેનું માઇંડ સેટ કર્યુ. ઙણા ચેલેન્જ આવ્યા પરંતુ તે દૂર થયા. એકબીજા વચ્ચે મ્યુચુઅલ અંડરસ્ટેંડિંગ પણ રહી. આગળ પણ જે ભવિષ્યમાં થશે તેમાં ઉપરવાળો સાથ આપશે.

સુરતના પ્લાસ્ટિક સર્જન આશુતોષ શાહે જણાવ્યુ કે, સુરતના મંડિકલ ઇતિહાસમાં પહેલીવાર કોઇ પુરુષમાંથી એક સ્ત્રીનું સંપૂર્ણ ટ્રાંસફોર્મેશન કરવામાં આવ્યુ છે. સુરતના ત્રણ ડોક્ટરોએ એક પેનલમાં પ્લાસ્ટિક સર્જન આશુતોષ શાહ, સિકંસ્ટ્રિક્ટિવ યૂરોલોજીસ્ટ ડો. ઋષિ ગ્રોવર અને જીઆઇ સર્જરી ડોક્ટર ધવલ માંગુકિયાએ આરવ પટેલને આયશા પટેલ બનાવવામાં સફળતા હાંસિલ કરી છે. જો કે, આયશાને પુરુષથી મહિલા બનાવવામાં વિજ્ઞાને મદદ કરી પરંતુ તે માતા નહિ બની શકે. પરંતુ તેનો તેનો અફસોસ નથી. તે બસ રોહન સાથે ખુશ છે.

Shah Jina