ફિલ્મી દુનિયા

સાઉથ ઈન્ડિયન અવતારમાં એશ્વર્યાંની ઢબુડી રાજકુમારી જેવી દેખાય છે, જુઓ 10 તસ્વીરો

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બોલીવુડના મશહૂર સ્ટારકિડ પૈકીની એક છે. ઐશ્વર્યા તેન દીકરી આરાધ્યા સાથે જોવા મળે છે. હાલમાં જ આરાધ્યા તેની માતા ઐશ્વર્યા સાથે તેના સ્કૂલ ફંક્શનમાં સ્પોટ થઇ હતી.

આરાધ્યા બચ્ચને તેના સ્કૂલના ફંક્શનમાં કંઈક અલગ જ લુકમાં નજરે આવી હતી. આરાધ્યાએ એક અલગ જ પ્રકારના આઉટફિટ પહેર્યા હતા.

આરાધ્યા આ દરમિયાન સાડીમાં નજરે આવી હતી. આરાધ્યાએ લાલ, લીલા અને પીળા કલરના કોમ્બિનેશન સાથેની સાડી પહેરી હતી.

આ સાથે જ આરાધ્યાએ એક હાઈ બન બનાવ્યો હતો. આ સાથે જ આરાધ્યાએ લાલ કલરની ચાંદલો અને લિપસ્ટિક લગાવી હતી. આરાધ્યાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ દરમિયાન ઐશ્વર્યા રાય પણ કામ હોવા છતાં આરાધ્યાના એન્યુઅલ ફંક્શનમાં જોવા મળી હતી. ઐશ્વર્યા હંમેશાની જેમ પિન્ક કલરના શૂટમાં બેહદ ખુબસુરત લાગી રહી હતી. ફંક્શનમાં ઐશ્વર્યા આરાધ્યાનો હાથ પકડીને પહોંચી હતી.

આરાધ્યા ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. આ આરાધ્યાએ પણ એક પરફોર્મન્સ આપ્યું હતું.

આ પરફોર્મન્સ દરમિયાનનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં આરાધ્યા સ્ટેજ પર ચડીને એક ડાયલોગ બોલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by AbhiAishFan 🇮🇹🇮🇳 (@aishabhicommunity_) on

આ એન્યુઅલ ફંક્શનમાં આરાધ્યાના દાદા અને ઍક્ટર અમિતાભ બચ્ચન પર પરફોર્મન્સ જોવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચન આગળ જ બેસીને આરાધ્યાનો હૌસલો વધાર્યો હતો.

આરાધ્યાના આ એન્યુઅલ ફંક્શનમાં અભિષેક બચ્ચન પણ હાજરી આપવા પહોંચ્યો હતો.અભિષેક તેની સાસુ અને ઐશ્વર્યા રાયની માતા વૃંદા રાય સાથે જોવા મળ્યો હતો.

જણાવી દઈએ કે, આરાધ્યા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઘણી એક્ટિવ રહે છે. સ્કૂલના પ્રોગ્રામ્સમાં તે ભાગ લે છે.

ઐશ્વર્યાની ફિલ્મોની વાત કરવામાં આવે તો તે છેલ્લે ‘ફન્ને ખાન’માં નજરે આવી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતો. હાલ તો ઐશ્વર્યાએ નિર્દેશક મણિરત્નમની ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મનું શૂટિંગ જલ્દી જ શરૂ કરવામાં આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.