ખબર મનોરંજન

અમિતાભ બચ્ચનની પૌત્રી રામ-સીતાની આરાધનામાં જોવા મળી લીન, વાયરલ થયો વિડીયો

સદીના મહાનાયક અને બિગ-બી અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન હાલમાં જ નવમો બર્થડે મનાવ્યો હતો. ઐશ્વર્યા અને અભિષેકની લાડલી આરાધ્યાને બર્થડેની શુભકામના પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

આ સ્પેશિયલ ડે પર સોશિયલ મીડિયામાં બધા અલગ-અલગ અંદાજમાં આરાધ્યાને બર્થડેની શુભકામના પાઠવી હતી. આ વચ્ચે આરાધ્યાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ઘણો ચર્ચામાં રહ્યો છે. ફેન્સ આ વિડીયોને જોઈને ઈમ્પ્રેસ થતા જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તે વીડિયોમાં આરાધ્યા જય સિયા રામનું ભજન ગાતી નજરે આવી રહી છે. જય સિયારામ ભજન ગાતા આરાધ્યા બેહદ ક્યૂટ લાગી રહી છે. આ વીડિયોમાં તે પિન્ક આઉટફિટમાં નજરે આવી રહી છે. જેમાં તે બેહદ ખુબસુરત લાગી રહી છે. આરાધ્યા તાળી વગાડતી ભગવાનની આરાધનામાં લિન થઇ ગઈ છે. ફેન્સ પણ લાઇક્સ અને કમેન્ટ કરી આરાધ્યાની તારીફ કરી રહ્યા છે.

આરાધ્યાનો એક વીડિયો અગાઉ પણ વાયરલ થયો હતો. જેમાં તે શિક્ષક સાથે હિન્દી કલાસ લેતી જોવા મળી હતી. તે સમય દરમિયાન પણ લોકોએ તેની સ્ટાઇલને ઘણી પસંદ કરી હતી. તમને જણાવી દઈએ કે આરાધ્યા બચ્ચન હાલ જ 9 વર્ષની થઇ છે. પરંતુ કોરોના વાયરસને કારણે તેનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો ના હતો.