બોલીવુડ સેલેબ્સ જેટલા જ સ્ટાર કિડ ફેમસ થઇ ગયા છે. સ્ટારકિડ જ્યાં પણ સ્પોટ થાય ત્યાં ફોટોગ્રાફર અથવા મીડિયા તેના ફોટો ક્લિક કરવા માટે હંમેશા તત્પર હોય છે. ક્યારેક સ્ટારકિડને મીડિયા અટ્રેક્શનની મજા આવતી હોય કે તો ઘણીવાર કંટાળજનક લાગે છે. પૈપરાઝીને જોઈને કરીના અને સૈફનો લાડકો તૈમુર તેને અલગ-અલગ પોઝ આપે છે તો બીજી તરફ પૈપરાઝીને જોઈને અભિષેક-ઐશ્વર્યાની લાડકી આરાધ્યા પરેશાન થઇ જાય છે.
એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનનું કહેવું છે કે, તેની પુત્રી આરાધ્યા બચ્ચન ક્યારેક-કયારેક પૈપરાઝીને લઈને હેરાન-પરેશાન થઇ જાય છે. ઐશ્વર્યાએ કહ્યું હતું કે તે આરાધ્યાને કહે છે કે, તમે શું કરી શકો છો ?
હાલમાં જ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાય, ગૌરી ખાન અને કરીના કપૂરે આપેલા નિવેદનમાં કહ્યું હતુંકે, કેવી રીતે તેના બાળકો પર લગાતાર મીડિયાની નજર કેવી રીતે પ્રભાવિત કરે છે. ગૌરીખાન અને કરીના બન્નેએ કહ્યું હતું કે, તેના બાળકો પૈપરાઝીના કારણે ઘરની અંદર રહેવાનું પસંદ કરે છે.
આ બાબતે ઐશ્વર્યાએ કહ્યું હતું કે, સુરક્ષા જ આનાથી બચવાનો ઉપાય છે આ બધું દરેક માતા-પિતાની સ્વાભાવિક પસંદગી છે. તેનાથી કોઈ દૂર નથી રહેતું પરંતુ આવું જ રહેશે. આપણે જેવા છે તેવા જ રહીશું. મને આ કહેવું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પસંદ છે. આપણે આ બાબતે ચર્ચા કરવી જોઈએ, આ આપણી અંગત જિંદગીનો હિસ્સો છે.
વધુમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે, પૈપરાઝીની સાથે વિન્રમ રહેવાનો અનુરોધ બાળકો સાથે માનવીય રીતે કરી શકીએ છીએ. જયારે બાળકો જોરથી બોલે છે ત્યારે આપણે બાળકોને ધીમેં વાત કરવાનું કહીએ છીએ. આપણા બાળકો ક્યાંય દૂર નથી જવાના કે આપણે પૃથ્વી પરથી ગાયબ નથી થવાના.
વધુમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે, સ્માર્ટફોનનો ધન્યવાદ આજે બધા જ લોકો પૈપરાઝી છે. મને લાગે છે કે કોઈની અંગત જિંદગીમાં દખલ ના કરવી જોઈએ જેના કારણે એક અસહજ સ્થિતિ રહેશે. મેં આરાધ્યાને બાળપણથી જ વાસ્તવિક અને સામાન્ય રાખવાનો પ્રયત્ન કર્યો છે.
આરાધ્યાનો એક મજેદાર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જરા પૈપરાઝીની ફોટો ખેંચતી વખતે આરાધ્ય એટલી પરેશાન થઇ ગઈ હતી કે, તે ફની અંદાજમાં બોલી હતી કે ‘હવે બસ કરો’ આરાધ્યાનો આ અંદાજ સોશિયલ મીડિયા યુઝર્સેને પણ પસંદ આવ્યો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.