મનોરંજન

ઐશ્વર્યાએ રાજકુમારી આરાધ્યાના બર્થડેની તસ્વીર પર કહી આ વાત, જાણીને તમે પણ કહેશો વાહ…વાહ

બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ નથી રહેતી. પરંતુ ઐશ્વર્યા તેના ફેન્સ માટે સ્પેશિયલ મોમેન્ટ શેર કરતી રહે છે. હાલમાં જ ઐશ્વર્યા અને અભિષેકે તેની પુત્રી આરાધ્યાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

આરાધ્યાનો 8મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જેમાં શાહરુખ ખાન તેના પુત્ર અબરામ, જાણીતા ડાયરેક્ટર કરણ જોહર યશ અને રુહી સાથે, રિતેશ તેની પત્ની અને બાળકો સાથે પહોંચ્યો હતો. હાલમાં જ ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા આરાધ્યાના પાર્ટીની તસ્વીર શેર કરી હતી.


શેર કરેલી તસ્વીરમાં આરાધ્યા આઠ નંબર સાથે બેઠી છે. આ તસ્વીર શેર કરતા ઐશ્વર્યાએ લખ્યું હતું કે, મારી દુનિયા… હું તને બહુજ પ્રેમ કરું છું.

અભિષેક બચ્ચન આરાધ્યા બચ્ચન સારા સંસ્કારો અને પરંપરાનો શ્રેય ઐશ્વર્યાને આપે છે. તો બીજી તરફ ઐશ્વર્યા કહે છે કે, તે હંમેશા સુનિશ્ચિત કરવાની કોશિશ કરે છે તેની પુત્રી ભારતીય પરંપરાને મહત્વ આપે.


બન્નેના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ઐશ્વર્યા રાય છેલ્લે ફન્નેખાનમાં જોવા મળી હતી, તો અભિષેક મનમર્ઝીયામાં જોવા મળ્યો હતો. ઐશ્વર્યા અને અભિષેક બન્ને ઘણી ફિલ્મમાં સાથે જોવા મળ્યા છે. ફિલ્મ ધૂમ-2ના શૂટિંગ દરમિયાન બન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. ત્યારબાદ બન્ને 20 એપ્રિલ 2007ના લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા. આરાધ્યાનો જન્મ 16 નવેમ્બરે 2011ના દિવસે થયો હતો.


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.