ખબર

ઐશ્વર્યા-અભિષેક સાથે આકાશ અંબાણીના લગ્નમાં પહોંચેલી આરાધ્યાએ કર્યું કઈંક એવું, વિડીયો થયો વાયરલ

મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન શનિવારે થયા, ત્યારે આ પ્રસંગે દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. એવામાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે લગ્નમાં પહોંચી હતી. લગ્ન સ્થળે આવીને આ પરિવાર ફોટોગ્રાફર સામે પોઝ આપી રહ્યું છે, જેમાં આરાધ્યાની નાદાન મસ્તી પણ કેમેરામાં કેદ થઇ છે. એ સમયનો એક વિડીયો વાયરલ થયો છે.

જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચન લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર કેમેરા પર્સન્સ તેમને લેફ્ટ-રાઈટ હોવાં કહેવા લાગ્યા, જેના પછી આરાધ્યા પણ મસ્તીએ મૂડમાં ક્યારેક લેફ્ટ તો ક્યારેક રાઈટ જોતી હતી. આરાધ્યાના આ હાવભાવ જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે.

જુઓ વિડીયો:

આકાશના લગ્નમાં ઝુમ્યું બોલિવૂડ, આ રીતે નાચ્યો દુલ્હો…

આકાશ અંબાણીની જાનનો પણ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં શાહરુખ ખાન, કરણ જોહર, રણબીર કપૂર, અયાન મુખર્જી, આમિર ખાન જેવા સિતારાઓ ડાન્સ કરતા જોવા મળે છે. અંબાણી પરિવારે પણ સ્ટેજ પર ચડીને જામીને ડાન્સ કર્યો હતો.

બોલિવૂડ અને અંબાણી પરિવાર સિવાય ખુદ વરરાજા આકાશ પણ લગ્નની ખુશીમાં નાચતા જોવા મળ્યા. આકાશ સ્ટેજ પર કરણ જોહર અને શાહરુખ ખાન સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks