અમુક દિવસો પહેલા જ અમિતાભ-અભિષેક, ઐશ્વર્યા-આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દરેકને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન એક પછી એક સભ્યોનો રિપોર્ટ નેગેટીવી આવતા ગતા તેમ તેમ તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

એવામાં ઐશ્વર્યાની દીકરી આરાધ્યા પણ સારવાર પછી ઘરે પરત આવતા જ પોતાના સ્કૂલના અભ્યાસમાં લાગી ગઈ છે. આરાધ્યા બચ્ચન પણ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ ઓનલાઇન અભ્યાસ કરી રહી છે અને દરેક ભાષાઓ સારી રીતે બોલવાનું અને વાંચવાનું શીખી રહી છે.

ઓનલાઇન કલાસમાં આરાધ્યા હિન્દી ટીચર સાથે ઓનલાઇન અભ્યાસ કરી રહી છે, અને હિન્દીમાં કૂતરાની કહાની પણ ટીચરને સંભળાવી રહી છે. આરાધ્યાનો આ વિડીયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

ઓનલાઇન ક્લાસમાં સામાન્ય વિદ્યાર્થીઓની જેમ આરાધ્યાએ પણ પોતાની સ્કૂલનો યુનિફોર્મ પહેરી રાખ્યો છે, અને એવી જ રીતે તૈયાર થઇ છે જેવી રીતે તે સ્કૂલે જવાના સમયે થાય છે.

ઓનલાઇન ક્લાસ ખમત થતા આરાધ્યાએ વિનમ્ર ભાવથી ટીચરનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આરાધ્યાએ અંતમાં કહ્યું હતું કે,”ધન્યવાદ મિસ”.

અભિષેક-ઐશ્વર્યા દીકરી આરાધ્યાને પણ એક સામાન્ય બાળકની જેમ જ રહેતા શીખડાવે છે અને શાળાએ મોકલે છે.
જુઓ આરાધ્યાનો ઓનલાઇન ક્લાસનો વિડીયો….
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.