ગઈકાલે આખા દેશે એ 15મી ઓગસ્ટ અને રાખીનો પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. નાનાથી લઈને મોટા બધાજ લિકોએ આ તહેવાર ધૂમધામથી ઉજવ્યો હતો. ટીવીથી લઈને ફિલ્મમાં દરેક સ્ટારે પણ કાલે રાખીનો આ તહેવારની ઉજવણી કરી હતી. સારા અલી ખાન, સોનમ કપૂર, સોહા અલી ખાન, સની લિયોનની સાથે સાથે બીજા કેટલાક સ્ટારે પોતાના ભાઈના હાથમાં રાખી બાંધી હતી.

બચ્ચન પરિવારમાં પણ ધૂમધામથી રાખીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. ભાઈ બહેનનો આ પવિત્ર તહેવારના ફોટોસ એશ્વર્યા અને શ્વેતા એ સોશ્યિલ મીડિયા પર શેર કર્યા હતા. શ્વેતા બચ્ચન નંદાએ અભિષેક બચ્ચનને રાખડી બધી. ત્યાંજ આરાધ્યાએ શ્વેતા બચ્ચનના દીકરા અગસ્ત્યા નંદા સાથે રાખીનો તહેવાર ઉજવ્યો હતો. ફોટામાં આરાધ્યા ભાઈ અગસ્ત્યાના માથામાં તિલક લગાવતી જોવા મળે છે.

એક ફોટામાં આરાધ્ય અને તેના ભાઈ અગસ્ત્યા વચ્ચે સારી બોન્ડીગ જોવા મળે છે. શેર કરેલ ફોટોસમાં એશ્વર્યા રાય પણ જોવા મળે છે. એશ્વર્યા આરાધ્યાને રાખડી બાંધવામાં મદદ કરી રહી હતી.આરાધ્ય તેના ભાઈને રાખડી બાંધતા ફોટા સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયા હતા.
આખા બચ્ચન પરિવારે એક ફેમેલી ફોટા પણ આવ્યો હતો. જેમાં આરાધ્ય અને એશ્વર્યા સફેદ રંગના આઉટફિટ પહેર્યો છે. આરાધ્યા આ ફોટામાં ખુબ જ ક્યૂટ લાગી રહી છે. બચ્ચન પરિવારના આ ફોટો તેમને ચાહકોને બહુ જ ગમ્યો છે
ફોટોમાં અમિતાભ બચ્ચન, જ્યાં બચ્ચન, અગસ્ત્યા નંદા, શ્વેતા નંદા, નવ્યા નંદા નવેલી, એશ્વર્યા રાય બચ્ચન, આભિષેક બચ્ચન અને આરાધ્યા જોવા મળે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks