ધાર્મિક-દુનિયા

52 શક્તિપીઠ માંથી ગુજરાતમાં છે 4 શક્તિપીઠ ધામ, તમે દરેકના દર્શનનો લાભ લીધો કે નહિ, જાણો 4 શક્તિપીઠ ધામ વિશે

રાજા દક્ષરાજાએ યજ્ઞ કરાવ્યો હતો અને તેમાં મહાદેવજીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું એ જાણીને સતીમાતાએ એ જ યજ્ઞકુંડમાં પોતાને સમર્પિત કરી દીધા હતા અને જયારે આ વાત એ ભગવાન શિવને ખબર પડી ત્યારે મહાદેવજી એ સતીના શબને લઈને ગુસ્સામાં ત્રાંડવ નૃત્ય કરતા હતા મહાદેવજી એ પોતાના ત્રીજા નેત્રથી સંપૂર્ણ સૃષ્ટિનો નાશ કરવાની તૈયારીમાં હતા તેમની આવી પરીસ્થિતિ જોઇને દેવો એ ભગવાન વિષ્ણુ પાસે આવે છે અને આ સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે કહે છે ત્યારે ભગવાન વિષ્ણુ એ પોતાના સુદર્શન ચક્રથી સતી માતાના શરીરના ટુકડા કરી દીધા હતા અને જ્યાં પણ સતી માતાના શરીરના અંગ પડ્યા ત્યાં ત્યાં તેમની શક્તિપીઠની સ્થાપના થઇ.

સંપૂર્ણ વિશ્વમાં થઈને કુલ ૫૨ શક્તિપીઠ આવેલ છે. આ ૫૨ શક્તિપીઠમાંથી આપણા ગુજરાતમાં માતાજીના ૪ શક્તિપીઠ આવેલ છે. આવો આજે તમને જણાવીએ કે ક્યાં આવેલ છે માતાજીના આ શક્તિ’પીઠ અને કેવીરીતે તમે ત્યાં જઈ શકશો.

અંબાજી શક્તિપીઠ : આપણા ગુજરાતમાં આવેલ આ શક્તિપીઠ એટલે આપણું અંબાજી મંદિર, કહેવાય છે કે અહિયાં સતીમાતાનું હ્રદય પડ્યું હતું એટલે આ શક્તિપીઠ કહેવાય છે, અંબાજીમાં આવેલ ગબ્બરને ઘણા આરાસુર પર્વત તરીકે પણ ઓળખે છે. એવું કહેવાય છે કે માતા ભગવતીએ અહિયાં આરાસુર સહીત મહિષાસુર અને શુંભ-નીશુંભ જેવા રાક્ષસોનો અહિયાં નાશ કર્યો હતો. અંબાજી મંદિરના ચોકને ચાચર ચોક તરીકે ઓળખવામાં આવે છે, પૌરાણિક વાર્તા અનુસાર એવું પણ માનવામાં આવે છે કે આહિયા આ ચોકમાં જ બાળ કૃષ્ણની બાબરી કરવામાં આવી હતી.

ભગવાન શ્રી રામ પણ અહિયાં માતાના દર્શને આવેલ હતા. અહિયાં અનેક ભક્તો પૂનમ ભરવા માટે આવતા હોય છે. આ મંદિરમાં માનતા રાખનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર એ બનાસકાંઠામાં આવેલ છે તમે અહિયાં પોતાના વેહિકલ દ્વારા પણ જઈ શકો છો. ત્યાં જવા માટે ST ની પણ સુવિધા સારી છે અને ઘણી જગ્યાએ તો અમુક દિવસો દરમિયાન તો ખાસ બસ પણ મુકવામાં આવે છે.

પાવાગઢ શક્તિપીઠ : જયારે પણ આપણા અમદાવાદી મિત્રોને એક દિવસની રજા મળે કે તરત તેઓ આસપાસમાં આવેલ કોઈ સારી જગ્યાએ ફરવા જવા માટે વિચારતા હોય છે. પાવાગઢ શક્તિપીઠએ જયારે ભગવાન વિષ્ણુએ સતીમાતાના શરીરના ટુકડા કર્યા હતા ત્યારે અહિયાં માતાજીના જમણા પગની આંગળી પડી હતી એટલા માટે આ શક્તિપીઠ અહિયાં છે. અહિયાં માતા એ મહાકાળી સ્વરૂપે બિરાજમાન છે મહાકાળી માતાએ રક્તબીજ નામના રાક્ષસનો વધ કરવા માટે તેના શરીરના બધા જ રક્તનું સેવન કર્યું હતું. આ સિવાય માતા મહાકાળીએ ચંડ અને મુંડ નામના બીજા રાક્ષસોનો પણ વધ કર્યો હતો. ભક્તો અહિયાં દર્શન કરવા આવે છે તેઓ પગથીયા ચઢીને પણ માતાજીના દર્શન કરવા જઈ શકે છે અને જો કોઈ વડીલથી ચઢાય એમ ના હોય તો તેઓ અહિયાં આપેલ રોપ-વેની મદદથી પણ ઉપર ચઢી શકે છે. પાવાગઢ એ પંચમહાલ જીલ્લાના હાલોલ નજીક આવેલ છેગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ નું મંદિ’ર આવેલું છે. પાવાગઢ મહાકાળી માતાના શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે.આજે લગભગ જ એવો કોઈ ગુજરાતી હશે જેણે આ પવિત્ર શક્તિપીઠની મુલાકાત ના લીધી હોય. જયારે પણ આપણને એક કે બે દિવસની રજાઓ મળે છે અને આપણે કોઈ નજીકના સ્થળની મુલાકાત લેવાનું નક્કી કરીએ ત્યારે આપણા લીસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે પાવાગઢનું. લગભગ દરેક લોકો આવું વિચારતા હોય જ છે.. અહિયાં જવા માટે તમે પ્રાઇવેટ સાધન પણ કરી શકો અને એસટી બસ પણ લઇ શકો છો, અહિયાં પાવાગઢ પાસે જ જાંબુઘોડાનું જંગલ આવેલ છે તો તમે ત્યાં પણ જઈ શકો છો.

બહુચરાજી શક્તિપીઠ : ગુજરાતમાં મહેસાણા પાસે આવેલ આ સ્થાન એટલે બહુચરાજી. કહેવાય છે કે આ જગ્યાએ સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો. આ મંદિરની એવી માનતા છે કે જો કોઈ બાળક એ સમયસર બોલતા નથી શીખતું કે પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી જ બોલતું થઇ જાય છે. અહિયાં ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે. બહુચરાજીથી ફક્ત ૧૪ કિલોમીટર દુર મોઢેરાનું સૂર્યમંદિર આવેલ છે તો જો તમે આ મંદિરે કે મોઢેરા જવાનું વિચારો છો તો બંને સ્થળની મુલાકાત જરૂરથી લેજો.

ભરૂચનું અંબાજી શક્તિપીઠ : હવે પછી નજીકના ભવિષ્યમાં આ સ્થાનઈ પણ ગણના માતાજીના શક્તિપીઠ તરીકે કરવામાં આવશે. કહેવાય છે કે અહિયાં સૌથી પહેલા ચંદન અને સુખડમાંથી બનાવેલ માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર એ ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમ આવેલ છે.

આમ આપણા ગુજરાતમાં એવા ઘણા પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક જગ્યાઓ આવેલ છે જેની મુલાકાત દરેક ગુજરાતીઓએ લેવી જ જોઈએ. જો તમે પણ આ દરેક જગ્યાની મુલાકાત લીધી હોય તો કોમેન્ટમાં તમારા અનુભવ અને ફોટો શેર કરો બીજા મિત્રોને પણ જણાવો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.