હેલ્થ

આંખને લગતી કોઈ પણ સમસ્યા હોય, બધી જ દૂર થઇ શકે છે આ ઘરેલુ ઉપચારોથી, જાણો કયા છે આ ઉપાયો

આજકાલ ઘણા લોકો આંખોથી ઓછું દેખાવાને કારણે પરેશાન છે અને તેઓએ સતત ચશ્મા કે લેન્સ પહેરી જ રાખવા પડે છે. સાથે જ તેમના ચશ્માના નંબર પણ વધે છે, અને આ ઉમરભરનો માથાનો દુખાવો બની જાય છે. ભોજનમાં પોષક તત્વોની કમી, કોમ્પ્યુટર સાથે સતત કામ કરવું, મોબાઈલ, ટીવી અને પ્રદુષણને કારણે હવે નાની ઉંમરના લોકોની પણ આંખોની રોશની ઓછી થઇ રહી છે. અને ચશ્માના નંબર વધી રહયા છે.

જો સમયસર પોતાની આંખોની દ્રષ્ટિ અને એમાં પરેશાનીઓના કારણો પર ધ્યાન આપવામાં ન આવે તો તકલીફો વધી જાય છે. એવામાં ઘણા કિસ્સામાં આંખોનું ઓપરેશન કે દવાનો ઉપયોગ કરીને પણ આંખોની દ્રષ્ટિ પાછી યથાવત નથી થઇ શકતી. જો કે કેટલાક ઘરેલુ ઉપાય છે કે જેના દ્વારા આંખોની આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે અને આંખોના નંબરથી બચી શકાય છે.

Image Source

આજે અહીં આપણે ચશ્મા દૂર કરવાના ઉપાયો જાણીશું, જે આપણી આંખોની સમસ્યાને ખતમ કરી શકે છે. તો ચાલો જાણીએ ચશ્મા દૂર કરવાના ઉપાયો –

આધુનિક જીવનમાં અનિંદ્રાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. જો તમે પૂરતી ઊંઘ નથી લેતા તો એની અસર તમારી આંખો પર થાય છે, જેના કારણે આંખોની નીચી કાળા કુંડાળાઓ થવા લાગે છે અને સાથે જ આંખોની દ્રષ્ટિ ઓછી થાય છે. એટલે દિવસમાં 7-9 કલાકની ઊંઘ જરૂરી છે.

આમળાને રસ સવારે ખાલી પેટે પીવાથી અને આમળાના મુરબ્બાના સેવનથી આંખોના નંબર ઉતરી જાય છે. આ સિવાય આંખોને આમળાના પાણીથી ધોવાથી કે આંખોમાં ગુલાબજળ નાખવાથી પણ આંખો સ્વસ્થ રહે છે.

આંખોના નંબર દૂર કરવા મટે આંખોની આસપાસ અખરોટના તેલની માલિશ કરો, એનાથી આંખોની દ્રષ્ટિ તેજ થાય છે. અને આંખોના નંબર પણ ઉતરે છે. આ આસાન અને અચૂક કરવા જેવો ઉપાય છે.

Image Source

આંખોનો સ્ટ્રેસ દૂર કરવા માટે પોતાની બંને હથેળીઓને એકબીજા સાથે ઘસીને ગરમ કરીને પછી તેને આંખો પર મુકો. આ દરમ્યાન એ વાતનું ધ્યાન રાખો કે આંખો પર કોઈ પણ પ્રકારનો પ્રકાશ ન આવે. આવું દિવસમાં 2-3 વાર કરો.

પગના તળિયા પર સરસવના તેલની માલિશ કરીને સુઈ જાઓ. સવારે ઉઘાડા પગે લીલા ઘાસ પર ચાલો અને નિયમિતપણે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો, આંખોની તકલીફો દૂર થશે.

સવારે ઉઠીને કોગળા કર્યા વિના મોઢાની લાળ (વાસી થૂંક) પોતાની આંખોમાં કાજળ લગાવો એ રીતે લગાવો, સતત 6 મહિના સુધી આમ કરવાથી ચશ્માના નંબર ઓછા થઇ જાય છે.

1 લીટર પાણીને તાંબાના જગમાં ભરીને રાત આખી રહેવા દો અને સવારે ઉઠીને આ પાણી પીવો. તાંબામાં રાખેલું પાણી શરીરને અને ખાસ કરીને આંખોને ખૂબ જ ફાયદો આપે છે.

કાનની પાછળ (કાનપટ્ટી) પર ગાયના ઘીથી હલકા હાથેથી રોજ માલિશ કરવાથી આંખોની દ્રષ્ટિ વધે છે. આ સિવાય લીંબુ અને ગુલાબજળને સમાન માત્રામાં ભેળવીને 1-1 કલાકે આંખોમાં નાખવાથી આંખોને ઠંડક મળે છે.

Image Source

આંખોના દરેક પ્રકારના રોગ જેમ કે આંખોમાંથી પાણી પડવું, આંખો આવવી, આંખો નબળી હોવી વગેરે થવા પર રાતે 7-8 બદામ પલાળીને સવારે પીસીને પાણીમાં મિક્સ કરીને ખાલી પેટે પીવો. અથવા આ બદામ ખાઈ પણ શકો છો. દાડમના પાનનો રસ આંખો પર લગાવવામાં આવે તો પણ આ સમસ્યાઓ દૂર થાય છે. બોરના ઠળીયાને ઘસીને આંખો પર લગાવવાથી આંખમાંથી વહેતુ પાણી બંધ થાય જાય છે.

રોજ થોડી સેકન્ડ માટે આંખોને દરેક દિશામાં ગોળ-ગોળ ફેરવો અને આવું દિવસમાં 4-5 વાર કરો. રોજ ગાજરનો જ્યુસ પીવાથી પણ આંખોના નંબર ઉતરી શકે છે.

કેળા અને શેરડી ખાવી આંખો માટે ફાયદાકારક છે. શેરડીનો રસ પીવો. એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પીતા રહેવાથી પણ આજીવન આંખોમાં દ્રષ્ટિ યથાવત રહે છે.

એક ચમચી વરિયાળી, અડધી ચમચી સાકર, અને બે બદામ પીસીને રોજ રાતે ઊંઘતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે પીવાથી પણ આંખોના નંબર ઓછા થાય છે. નિયમિત રીતે દ્રાક્ષ ખાવાથી પણ આંખોની રાતે જોવાની ક્ષમતા વધે છે.

Image Source

લીલી ઈલાયચી અને એક ચમચી વરિયાળીને એક ગ્લાસ દૂધ સાથે પીવાથી પણ ચશ્માના નંબર ઉતરી જાય છે. મધ, મુલેઠી અને અડધી ચમચી દેશી ઘી દૂધમાં મિક્સ કરીને પીવાથી પણ આંખોના નંબર ઉતરી જાય છે.

જીરું અને સાકરને સમાન માત્રામાં પીસીને રોજ એક ચમચી ઘી સાથે ખાઓ, આંખોની દ્રષ્ટિ વધી જશે. પાલક અને મેથીની ભાજી રોજ ખાવાથી આંખોના નંબર ઉતરી જાય છે.

ગૌમૂત્રને આઠ કપડામાંથી ગાળીને તાંબાના પાત્રમાં સંગ્રહ કરીને તેના દ્વારા આંખો સાફ કરવાથી પણ આંખોને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

ત્રિફલા ચૂર્ણ બનાવીને રોજ ખાવાથી આંખોના નંબર ઉતરી જાય છે. શતાવરી ચૂર્ણને મધમાં નાખીને રોજ ખાવાથી આંખોની દૃષ્ટિ વધે છે.

Image Source

ત્રણ ભાગ ધાણા અને એક ભાગ ખાંડ લઈને પીસી લો અને પેસ્ટ બનાવી લો. પછી આને પાણીમાં ગરમ કરો અને એક કલાક માટે ઢાંકીને મૂકી દો. પછી એક સાફ કપડાથી આને ગાળીને આંખોમાં આઈડ્રોપની જેમ ઉપયોગ કરો.

એક ચણાની દાળ જેટલી ફટકડી લઈને શેકીને તેને ગુલાબજળમાં નાકો અને પછી રોજ રાતે ઊંઘતા પહેલા આ ગુલાબજળના ટીપા આંખોમાં નાખીને આંખોને ગોળ-ગોળ ફેરવો, રાહત મળશે.

અરીઠાને પાણીમાં પલાળીને આ પાણીથી આંખોને સાફ કરવામાં આવે તો મોતિયાબિંદમાં રાહત મળે છે. આ સિવાય કેસુડાના થડના રસનું એક ટીપું આંખમાં નાખવાથી ઝાઈ, ખીલ, ફૂલી, રતાંધળાપણું, મોતિયાબિંદ એવી સમસ્યાઓમાં રાહત મળે છે.

Image Source

નાના બાળકોની આંખોનું દ્રષ્ટિ નબળી હોય તો તેમને દેશી ટામેટા પર કાળા મરી ભભરાવીને ખવડાવવાથી તેમની આંખોની દ્રષ્ટિ તેજ થાય છે.

તજપત્તાને વાટીને તેની પેસ્ટ બનાવીને આંખો પર લગાવવામાં આવે તો આંખોની દ્રષ્ટિ સારી થાય છે. જો જીરૂ અને મહેંદીને વાટીને તેને ગુલાબજળમાં ઉમેરીને થોડી ફટકડી ઉમેરીને તેના દ્વારા આંખો સાફ કરવાથી આંખોની ગરમી નીકળી જાય છે.

ગાયના દૂધનું માખણ આંખોમાં લગાવવાથી આંખોને ઠંડક મળે છે. રાઈના ચૂર્ણને ઘીમાં ઉમેરીને આંખોમાં લગાવવાથી પણ આંખોને ઠંડક મળે છે.

ચમેલીના ફૂલને પીસીને તેનો લેપ બનાવીને આંખો પર લગાવવાથી રાહત મળે છે, મેથીના દાણાને પીસીને આંખો પર લગાવવાથી આંખોની નીચેના કાળા કુંડાળા દૂર થાય છે.