લેખકની કલમે

આંખો અમારી સપના તમારા , બનીશું અમે શ્રવણ – પિતા,પત્ની અને દીકરીની બેસ્ટ સ્ટોરી વાંચો..

આંખો અમારી સપના તમારા

બેટા Nishu,

“હું ઑફિસે જાઉં છું આજે સાંજે લેટ થશે. તું મારો wait ના કરીશ. આજે મારે શનિવાર છે. તું અને yesha જમી લેજો.

Bye બેટા “, પપ્પાએ નિશા કહ્યું Bye Bye પપ્પા.

નિશા બેન્કમાં મેનેજર હતી છે. અને તેના હસબન્ડ

3 week માટે USA કંપનીના કામથી ગયા હતા. nisha થોડા દિવસ માટે પોતાના પિયર આવી હતી. એનું સાસરુ પણ બે કિલોમીટરના અંતરે જ હતું. નિશાને કોઈ ભાઈ-બહેન ન હતા.

નિશા ગેલેરીમાં ઉભી ઉભી પાપા ની વાતો સાંભળી રહી હતી. પોતાના પિયરની ગેલેરીમાંથી બાળપણ ની શેરીઓ જોઈને નિશા ભૂતકાળમાં સરી પડી. આજ શેરીઓમાં તેનું બાળપણ ગુંજતું હતું.અચાનક જ એ બાળપણની યાદોમાં ખોવાઈ ગઈ.

નિશાને તેના બાલમંદિરમાં દિવસો યાદ આવ્યા. નિશા બાલમંદિરમાં હતી ત્યારથી જ એના મા બાપ અે ખૂબ લાડ થી તેને મોટી કરી હતી.

નિશા ને જોઈએ તે બધી જ વસ્તુઓ અપાવી હતી.

અહીં પેરન્ટ્સે એ વાત સમજવાની જરૂર છે કે ક્યારે બાળકને હા પાડવી અને ક્યારે બાળકને સમજાવીને ના પાડવી જેથી બાળકમાં જિદ્દીપણું ન આવે. નિશાના પપ્પા એ કોઈ વાતે નિશા ને ના શબ્દનો પ્રયોગ કર્યો ન હતો. નિશાની દરેક વાત માનતા હતા , અને આમ પણ બાપનું મન દીકરીમાં જ હોય ને એ સ્વાભાવિક હતું.

કુદરતી છે કે પપ્પા, પોતાની દીકરીને ક્યારેય ના ન પાડી શકે. પણ પપ્પાના આ લાડ ને જોઈને નિશાની મમ્મીએ strict થવાનું શરુ કર્યું. નિશા બાલમંદિરમાં હતી ત્યારે તેને કોઈ પૂછતું કે બેટા તને પપ્પા ગમે કે મમ્મી ગમે.

એક પણ મિનિટનો વિચાર કર્યા વગર નિશા કહી દેતી કે પપ્પા. બસ અહીંથી જ નિશાની મમ્મી પ્રત્યે માન્યતાઓ બંધાવાની શરૂ થઈ. મમ્મી તો બહુ strict છે. એ તો બહુ ખરાબ છે , બધી વાતે ના જ પાડે છે. તે દિવસે પપ્પા આઇસક્રીમ લાવી આપતા હતા, તો પણ મમ્મીએ ના પાડી. મમ્મી બધું મને ના પાડે છે. પાપા મને ખૂબ ગમે છે.

અહીં સમજવા જેવી વાત એ છે કે બાળક જયારે પોતાના માબાપ પ્રત્યે કે મા-બાપની વિરુદ્ધ માં માન્યતાઓ બનાવવાનું શરૂ કરી દે , એ પહેલા જ મા-બાપે ચેતી જવું જરૂરી છે. કેમ કે એકવાર માન્યતા બંધાઈ ગયા પછી એ માન્યતા તોડવી ખૂબ અઘરી છે. માબાપ અને બાળકો વચ્ચે નો પ્રેમનો પહાડ પણ ક્યારે તુટી જાય છે, એ ખબર નથી રહેતી.

મમ્મી અને પપ્પા બંને એ strict થવું જરૂરી છે , સાથે જ મમ્મી અને પપ્પા બંને એ પ્રેમ અને લાડ કરવાની પણ જરૂર છે. જેથી બાળક મનમાં માન્યતાઓ ન બાંધે.

નિશાને પણ બાલમંદિરમાં ભણતું બાળક હતી અને એ બિચારી કેવી રીતે સમજી શકે કે
એનેે મમ્મી નથી ગમતી કે અેને મમ્મીની વાતો નથી ગમતી ??

બસ પ્રેમમાં તિરાડ પડવાની શરૂઆત અહીંથી જ થાય છે. આપણે પણ એમ કહીએ છીએ કે મને મારો ભાઈ નથી ગમતો, બહુ તોફાની છે ,મારું તો માનતો જ નથી. ત્યારે આપણે એ જોવાનું રહે છે કે ,

ભાઈ નથી ગમતો કે ભાઈ ની કોઈ વાત નથી ગમતી. જો ભાઈ ની કોઈ વાત નથી ગમતી તો પ્રેમ સબંધ ક્યારે પણ તૂટી શકે નહીં. અને જો ભાઇ જ નથી ગમતો એવી માન્યતા હોય તો પ્રેમ સંબંધ ક્યારેય ટકી શકે નહીં. આવા બધા વિચારો કરતાં કરતાં નિશા ખૂબ ભાવુક થઈ ગઈ અને રડી પડી.

અચાનક જ ઘરની ઘંટડી વાગી. બાળપણમાંથી નિશા બહાર આવી ગઈ. બાજુમાંથી કોકિલા aunty ઘરની ચાવી આપવા આવ્યા હતા..

નિશાની પુત્રીનું નામ એશા છે.

દસ મિનિટ પહેલાં જ એશા ને , એની મમ્મીએ તૈયાર કરીને સ્કુલવેનમાં રડતા રડતા મોકલવી પડી હતી. પહેલા ધોરણમાં ભણતી એશાને આજે સ્કૂલ માં નહતુ જવું. સવારથી વરસાદ પડી રહ્યો હતો. એશા ને કોણ સમજાવે કે આજે exam છે તો સ્કૂલે જવું જરૂરી છે.

એશા માનતી ન હતી. એશાની ઇચ્છા વિરુધ ખિજાઈને એશાને સ્કૂલમાં મોકલવી પડી. બાળક બહુ રડી રહયું હતું.

નિશાને એની મમ્મી યાદ આવી ગઈ. મમ્મી ખૂબ ખીજાતી, મમ્મી ખૂબ ખરાબ લાગતી હતી, પણ મમ્મી મને ખૂબ આગળ જોવા માગતી હતી મારો વિકાસ જોવા માગતી હતી. પોતે ભણી શકી ન હતી એટલા માટે મને ખૂબ ભણાવવા માંગતી હતી.

અને જ્યારે હું આળસ કરતી, સમય બગાડતી, ત્યારે મમ્મી મને ખૂબ ખીજાતી, મને લાગતું કે મમ્મી ખરેખર મારી દુશ્મન હશે કે મારા મમ્મી પ્રત્યે બહુ બધી માન્યતાઓ બનાવેલી.

મારી છોકરી એશા પણ મારી માટે એવી જ માન્યતા બનાવશ કે શું? કેમકે મેં આજે ખિજાઈને એને સ્કુલે મોકલી. એના ઉપર ગુસ્સો કર્યો.

અત્યારે મને મારી મમ્મી સારી લાગવા લાગી હતી. આપણે જ્યારે બાળક હોઈએ છીએ, ત્યારે

પેરેન્ટ્સ આપણી માટે કેમ આવું વિચારે છે , એવો પ્રશ્ન વારંવાર થતો હોય છે. પેરેન્ટ્સ દરેક વાતે આપણને ખોટા લાગતા હોય છે. પણ જ્યારે આપણે પેરેન્ટ્સ બનની એ છીએ ત્યારે સમજાય છે કે પેરેન્ટ્સ આપણને તૈયાર કરવા માંગતા હતા. પણ બોલે એ રીતે તો આપણને લાગે કે આપણા દુશ્મન હશે.

Nisha ને પણ પોતાની મમ્મીને sorry કહેવું હતું.

કે મમ્મી તારા સમયે તે જે કર્યું તે બરાબર હતું હું સમજી શકું એ પરિસ્થિતિમાં ન હતી, આજે જ્યારે મારી દીકરી જીદ કરે છે ત્યારે એને સમજાવવા માટે ના બધા એ જ પ્રયત્નો કરું છું કે જે તું કરતી હતી.

પરંતુ કમ નસીબે ,પાંચ વરસ પહેલાં જ એના મમ્મી નું નિધન થયું હતું. મન માં જ નિશાએ મમ્મીને કહી દીધું કે મમ્મી તે જ મારું ઘડતર કર્યુ છે ,એટલે આજે હું આટલી આગળ છું.Thankyou so much.

મા બાપ અને બાળકો વચ્ચેના સંબંધમાં આટલો બધો તણાવ કેમ છે.

ખૂબ જ ટૂંકમાં જવાબ આપું તો,

માબાપ ભૂલી ગયા કે તેઓ જયારે બાળક હતા ત્યારે કેવા હતા ??

અને બાળકોને ખબર નથી કે પેરેન્ટ્સની ચિંતાઓ શું હોય 🙂

જ્યારે બાળક જિદ કરે ત્યારે તેને પ્રેમથી સમજાવી શકાય છે ,જો યોગ્ય વસ્તુ ના હોય તો એને ના પણ પાડી શકાય છે , અને છતાં પણ ન સમજે તો એને બીજી કોઇ પ્રવૃત્તિમાં ડાયવર્ટ કરી શકાય છે.

અને ક્યારેક લાડમાં એ ખુશી બાળક ને આપી પણ શકાય છે.

એની સામે પેરન્ટ્સે પણ એવું સમજવું જોઈએ કે બાળકો નો દ્રષ્ટિકોણ હંમેશા ખોટો હોતો નથી. તેઓ ખૂબ એડવાન્સ છે ,ખૂબ વિચારશીલ શછે અને આગળ છે. એમની વાતો પણ માનવી જરૂરી છે.

એશાએ જ્યારે પોતાની પુત્રી સ્કૂલેથી ઘરે આવી, ત્યારે તરત જ ખોળામાં લઇ લીધી અને ખૂબ જ વહાલ ભર્યું hug કર્યું. sorry બેટા કહીને, ગાર્ડનમાં રમવા લઇ ગઈ. આજ તો મજા છે સંબંધની ક્યારેક ગરમ તો ક્યારેક નરમ.

કોઈ પણ પેરેન્ટ્સ એટલું જ કહે છે કે..

આંખો મારી સપના તમારા, ખૂબ ખુશ રહેજો બાળકો અમારા.

બાળકો કહે છે પેરેન્ટ્સ ને કે આંખો અમારી સપના તમારા , બનીશું અમે શ્રવણ

તમારા.

લેખક – હર્ષિત નિરાલી

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks