ફિલ્મી દુનિયા

2 અભિનેતાઓ સાથે હતું અફેર આ પ્રખ્યાત અભિનેત્રીનું, મુસ્લિમ ધર્મ છોડી છેલ્લે પ્રોડ્યુસર સાથે લગ્ન કરી અપનાવ્યો હિન્દુ ધર્મ

ફિલ્મી દુનિયા એવી છે જ્યાં કોનું જોડાણ કોની સાથે અને ક્યારે થઇ જાય એ કોઈ જણાવી નથી શકતું. જેટલું ઝડપી જોડાણ થાય એટલું જ જલ્દી બ્રેકઅપ પણ થતું હોય છે, અને આવા સમાચાર અવાર નવાર આપણે જોતા જ હોઈએ છીએ, આવી જ એક સ્ટ્રોઇ છે એક પ્રખ્યાત અભિનેત્રીની જેને બે અભિનેતાઓ સાથે અફેર હતું અને છેલ્લે લગ્ન એક પ્રોડ્યુસર સાથે કર્યા અને હંમેશા માટે ગ્લેમરસ દુનિયામાંથી પણ વિદાય લઈ લીધી.

Image Source

અમે વાત કરીએ છીએ ટીવી શોની પ્રખ્યાત અભિનેત્રી જેને “કહી તો હોગા” જેવી સૌથી સફળ ટીવી સીરિયલમાં કશિશનું કિરદાર નિભાવ્યું હતું. કશિશ તરીકે દરેક ઘરમાં પ્રચલિત થયેલી અભિનેત્રીનું સાચી નામ આમના શરીફ હતું. આમનાએ એ સિવાય પણ બીજી ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. પોતાના દેખાવ અને અભિનયની આગવી ક્ષમતાના કારણે તેને ફિલ્મોમાં પણ કામ મળ્યું. પરંતુ લગ્ન બાદ તે આ ગ્લેમર્સની દુનિયાની હંમેશા માટે છોડીને એક હાઉસ વાઈફ તરીકેનું જીવન વિતાવવા લાગી.

“કહી તો હોગા”ના સેટ ઉપર જ આમનાની લવ સ્ટોરી ટીવીના અભિનેતા રાજીવ ખંડેલવાલ સાથે શરૂ થઇ ગઈ હતી. રાજીવ સાથે બંનેના ડેટની વાતો પણ શરૂ થઇ અને ઘણા શોની અંદર પણ બંને સાથે જ જવા લાગ્યા હતા, ફિલ્મી જગતમાં બંનેના આ સંબંધોની ખુબ જ ચર્ચાઓ ચાલી પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાનું પણ સામે આવ્યું હતું.

Image Source

રાજીવ અને આમનાનું બ્રેકઅપ થવાનું મુખ્ય કારણ આફતાબ શિવદાસાની હતો. કારણ કે ટીવી સીરિયલમાં સફળ અભિનય કરવાના કારણે આમનાને ફિલ્મોમાં પણ કામ મળતું થયું, આમનાની પહેલી ફિલ્મ “આલુ ચાટ”માં તેને આફતાબ સાથે કામ કર્યું અને અહીંયા જ તેની બીજી લવ સ્ટોરી પણ શરૂ થઇ. ત્યારપછી બંને સાથે ફિલ્મ “આઓ વિશ કરે”માં પણ સાથે જોવા મળે. બંનેના નજીક હોવાની વાતો ચર્ચાતી રહી અને આ વાતની કબૂલાત રાજીવે એક ઇન્ટરવ્યૂમાં કરી.

રાજીવે 2008માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે “હું અને આમના હવે સાથે નથી, 3 વર્ષ ચાલેલો સંબંધ હવે સમાપ્ત થઇ ગયો છે. હું છેલ્લા કેટલાય મહિનાથી એના સંપર્કમાં નથી અને તે હવે ફિલ્મોમાં વ્યસ્ત થઇ ગઈ છે, આમનાની ડેટિંગની વાતો પણ સામે આવી રહી છે પરંતુ આ વિશે હું કઈ જણાવવા નથી માંગતો.”

Image Source

આફતાબ અને આમનાનો સંબંધ પણ વધુ સમય સુધી ટક્યો નહિ અને 3 વર્ષના આ સંબંધનો અંત પણ 2011માં આવી ગયો. ત્યારપછી આમનાએ ફિલ્મ પ્રોડ્યુસર અમિત કપૂર સાથે લગ્ન કરી લીધા.

Image Source

આફતાબ સાથે બ્રેકઅપ થયા બાદ આમનાની મુલાકાત ફિલ્મ પ્રોડ્યુસર અમિત કપૂર સાથે થઇ, બંને એક વર્ષ સુધી સંબંધમાં રહ્યા અને વર્ષ 2013માં લગ્ન સંબંધથી બંધાઈ પણ ગયા. લગ્નનું ગ્રાન્ડ રિસેપ્સન હોટેલ તાજ લેન્ડમાં રાખવામાં આવ્યું હતું જ્યાં નજીકના મિત્રો અને પરિવારજનો જ સામેલ હતા.

Image Source

અમિત કપૂર સાથે લગ્ન બાદ આમનાએ મુસ્લિમ ધર્મનો ત્યાગ કર્યો અને હિન્દૂ ધર્મ અપનાવ્યો સાથે ગ્લેમરસની દુનિયામાંથી પણ વિદાય લઇ લીધી. અમિત અને આમનાને એક દીકરો પણ છે જેનું નામ આર્યન કપૂર છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.