ટીવીની કોમોલિકાએ શેર કરી બોલ્ડ તસવીરો, ઇન્ટરનેટનું વધાર્યુ તાપમાન

આમના શરીફ હિન્દૂ ખાનદાનમાં લગ્ન કર્યા છે… હવે એવું ફોટોશુટ કરાવ્યું કે જોતા જ ગરમી ચડી જશે

ટીવીની દુનિયામાં ખૂબસુરતીનો સિક્કો ચલાવનાર અભિનેત્રી આમના શરીફની બધી જ તસવીરોને ચાહકો પસંદ કરે છે. આમના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ટીવી શો “કસોટી ઝિંદગી કે 2″માં કોમોલિકા બાસુનો રોલ પ્લે કરનાર અભિનેત્રી આમના શરીફ આ દિવસોમાં તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં છે.

આમના સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અને હોટ તસવીરોથી ચાહકોના દિલ જીતતી રહે છે. હવે ફરી એકવાર તેણે તેની બોલ્ડ તસવીરો શેર કરી છે, જે હાલ સોશિયલ મીડિયા પર કહેર વરસાવી રહી છે. આમનાએ વ્હાઇટ ડ્રેસમાં બોલ્ડ તસવીરો શેર કરી છે, જે પોસ્ટ થતા જ વાયરલ થઇ ગઇ છે.

આમનાએ વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા છે, આ સાથે જ તેણે મેકઅપ કર્યો છે અને હળવો નેકપીસ પહેર્યો છે. આમનાાની આ તસવીરોને ચાહકો વચ્ચે ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો સતત આ તસવીરો પર કમેન્ટ કરી રહ્યા છે. ચાહકો સાથે સાથે સેલેબ્સ પણ પોતાને કમેન્ટ કરતા રોકી શક્યા નથી. અભિનેત્રી મૌની રોયે કમેન્ટમાં ફાયર ઇમોજી બનાવી આમનાની પ્રશંસા કરી છે.

આમનાને તેના કોલેજના બીજા વર્ષમાં જ મોડલિંગના ઓફર આવવાના શરૂ થઇ ગયા હતા. તેને ક્લોઝ-અપ ટૂથપેસ્ટ, ઇમામી કોસ્મેટિક ક્રીમ, નેસ્કાફે અને કેટલીક બીજી બ્રાંડ માટે મોડલિંગની ઓફર આવવાની શરૂ થઇ ગઇ હતી. આમનાએ અત્યાર સુધી 50થી વધુ જાહેરાત કરી છે. તે કુમાર સાનુના “દિલ કા આલમ”માં જોવા મળી હતી. આ સાથે તે ફાલ્ગુની પાઠકના “યે કિસને જાદુ કિયા” વીડિયોમાં પણ જોવા મળી હતી.

તમને જણાવી દઇએ કે, આમના ટીવી ઉપરાંત “એક વિલન” અને “આલૂ ચાટ” જેવી ફિલ્મોમાં પણ જોવા મળેલી છે. આમનાએ “કહી તો હોગા” સાથે ટેલિવિઝન પર શરૂઆત કરી હતી. આમનાએ વર્ષ 2013માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અને પ્રોડયુસર અમિત કપૂર સાથે લગ્ન કર્યા હતા. બે વર્ષ તેને ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા. તમને જણાવી દઇએ કે, આમનાને એક બાળક પણ છે.

Shah Jina