ટીવી ઇન્ડસ્ટ્રીની ખુબ જ સુંદર અભિનેત્રી આમના શરીફે બ્લેક આઉટફિટમાં મચાવ્યો તહેલકો, ઇન્ટરનેટનો વધાર્યો પારો

હિન્દૂ યુવક સાથે લગ્ન કરનાર આ અભિનેત્રીએ દેખાડ્યું હુસ્નનું બ્લેક મેજીક, ટોપના સ્ટાઈલમાં ખોવાયા ચાહકો- જુઓ તસવીર

નાના પડદાનો સુંદર ચહેરો અને જાણીતી અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર ચાહકો સાથે તેના જુદા જુદા આઉટફિટમાં તસવીરો શેર કરતી રહે છે. લોકો હંમેશા તેના દેખાવની પ્રશંસા કરતા હોય છે. હવે આમનાએ બ્લેક ડ્રેસમાં સુંદર ફોટોશૂટ કરાવ્યું છે જે તેણે જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

અભિનેત્રી આમના શરીફ હંમેશા તેના અલગ અલગ દેખાવથી ચાહકોને પ્રભાવિત કરતી હોય છે. આમના વધારે તેના ડ્રેસિંગ સેન્સના લીધે ચર્ચામાં રહેતી હોય છે. આમના વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંને સ્ટાઇલમાં ખૂબ જ સુંદર લાગે છે. આમના ફરી એકવાર તેના બોલ્ડ ફોટોશૂટને કારણે  હેડલાઇન્સમાં આવી છે. તાજેતરમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં આમના બ્લેક કલરના ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનું ટોપ એકદમ અજીબ સ્ટાઇલનું છે. જેમાં કાપડ સાથેની સ્પોર્ટ્સ બીકિ સાથે એક કપડું આમનાના પેટ પર લપટાયેલું જોવા મળે છે. આમનાએ નીચે બ્લુ જીન્સ પહેર્યું છે જેનું કોમ્બિનેશન આમના પર ખુબ જ સુંદર લાગી રહ્યું છે.

તસવીરોમાં આમના શરીફે મિનિમલ મેકઅપ કર્યો છે. તસવીરોમાં આમના ટેરેસ પર ઉભેલી જોવા મળી રહી છે. જ્યાં ખુલ્લી હવામાં લહેરાતા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. આ લુકની સાથે આમનાએ કાનમાં મોટા હુક્સ અને હાથમાં ઘડિયાળ સાથે એક બ્રેસલેટ પહેરેલું છે.

આમનાના શરીફે તાજેતરમાં ‘ડેમેજ્ડ 3’ સિરીઝમાં ડિજિટલ જગતમાં પ્રવેશ કર્યો હતો. જણાવી દઈએ કે આમના શરીફને ટીવી શો ‘કહીં તો હોગા’થી ઓળખ મળી હતી. આ શોમાં આમનાના પાત્રને કશિશ નામ આપવામાં આવ્યું હતું જે લોકોના મનમાં હજુ પણ તાજું છે.

આમના ચહેરાની માસુમિયત અને અદાઓ પર ચાહકો ફિદા રહેતા હોય છે. તેમજ તેને ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાની ભૂમિકામાં દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. લોકોને હંમેશા આમના શરીફની અદાકારી ખુબ પસંદ આવી રહી છે.

Patel Meet