ટેલિવિઝનમાં આવતી ‘કહી તો હોગા’ સિરિયલની કશિશ તો તમને યાદ જ હશે.આ સીરિયલમાં કશિશનો લીડ રોલ કરી દર્શકોના દિલ જીતી લીધા હતા.એક બે સીરિયલમાં કામ કર્યા બાદ તેને આ દુનિયાને અલવિદા કરી લીધી હતી. લાંબા સમયથી તે લાઈમલાઈટથી દૂર છે.
16 જુલાઈ 198માં મુંબઈમાં જન્મેલી કશિશ એટલે કે,આમના શરીફ આજે તેનો 36માં જન્મદિવસ મનાવી રહી છે.
View this post on Instagram
આમના શરીફે 2003માં કહી તો હોગા સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. આમનાએ એક બે સીરિયલમાં કામ કર્યું હતુ. 10 વર્ષ સુધી ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં રહ્યા બાદ 2013માં કરિયરને છોડવાનો ફેંસલો કર્યો હતો. કરિયર છોડ્યા પહેલા આમનાએ ઘણા મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું હતું.
આમનાએ તેના બોય ફ્રેન્ડ અમિત કપૂર સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ હતી. આ પહેલા આમના અને અમિતે ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યું હતું. લગ્ન બાદ આમનાએ હિન્દૂ ધર્મ અપનાવી લીધો હતો. ત્યારે આમના બહુ જ ચર્ચામાં રહી હતી.
આજકાલ આમના તેની પારિવારિક જિંદગીમાં વ્યસ્ત છે. આમનાએ 2015માં બેબી બોયની માતા બની હતી. આમનાના પુત્રનું નામ આર્યન કપૂર છે. આમના સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે.
આમના વર્ષ 2014માં ‘એક વિલન’ ફિલ્મમાં નજરે આવી હતી. આમના આ ફિલ્મમાં રિતેશ દેશમુખની પત્નીનો રોલ નિભાવ્યો હતો. તે સિવાય આમનાએ ‘આઓ વિશ કરે’,’ શકલ પે મત જા ‘અને ‘આલુ ચાટ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.

આમના 2020માં રુહી આહુજાની ફિલ્મ ‘આફઝા’માં કામ કરતી નજરે આવશે. આ ફિલ્મની તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો તેમાં રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની જોડી નજરે આવશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.