ખબર ફિલ્મી દુનિયા

બોલીવુડના આ દિગ્ગજ ખાનના ડ્રાઇવર, બૉડીગાર્ડ અને રસોઇયા કોરોનામાં ઝપટે ચડ્યા, જાણો વિગત

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં તેજીથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ આ વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે અને હાલ લોકડાઉનમાં પણ છૂટછાટ મળવાના કારણે આ વાયરસનો કહેર વધુ વધતો જોવા મળ્યો છે ત્યારે બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના ઘરમાં પણ હવે કોરોના વાયરસ ઘુસી ગયો છે.

Image Source

આ જાણકારી આમિર ખાને જ પોતાના ટ્વીટર ઉપર એક પાત્ર લખીને શેર કરી છે. આમિરે પોતાના સ્ટાફના મેમ્બરો કોરોના પોઝિટિવ આવ્યા છે તેની જાણકારી ટ્વીટર ઉપર ટ્વીટ કરીને આપી છે.

Image Source

આમિર ખાને લખ્યું છે કે: “હું બધાને જણાવવા માંગુ છું કે મારા સ્ટાફના કેટલાક લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને તરત ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. બીએમસી અધિકારીઓએ ઝડપતા બતાવતા તેમને મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી. હું બીએમસીનો આભાર વ્યક્ત કરું છું. મારા સ્ટાફની સારી દેખભાળ કરી રહ્યા છે. સાથે જ આખી સોસાયટીને સૅનેટાઇઝ અને ડિસિનફેકટ કરી રહ્યા છે.

Image Source

આ સાથે જ આમિરે આગળ જણાવ્યું છે કે: “અમારા બધાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને અમે બધા જ નેગેટિવ આવ્યા છીએ, હવે હું મારી માતાનો કોરોના ટેસ્ટ કરાવીશ, એ છેલ્લું વ્યક્તિ છે જેનો કૂર્ણ ટેસ્ટ બાકી છે. મહેરબાની કરીને પ્રાર્થના કરો કે મારા માણો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે. જે પ્રોફેશનલિઝમ દ્વારા બીએમસીએ અમારી મદદ અને કાળજી રાખી છે, તેના માટે એકવાર ફરી તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.”

આમિર ખાને કોકિલાબેન હોસ્પિટલના ડોકટરો,નર્સો અને સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો છે તેને લખ્યું છે કે: “એ બધા જ ટેસ્ટિંગ પ્રોસેસને ઘણી જ પ્રોફેશનલ અને કાળજી સાથે કરી રહ્યા છે.” આમિરે એ બધાને જ સાવચેત રહેવાની પણ અપીલ કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.