ફિલ્મી દુનિયા

શું આમિર ખાને ચુપચાપ 1 કિલો લોટમાં 15,000 દાન કર્યું? ખુલ્યું મોટું રહસ્ય

હાલ વિશ્વ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે. કોરોના કહેરને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન જાહેર કરવામાં આવતા સૌથી વધુ ખરાબ સ્થિતિ રોજનું કમાતા લોકોની થઇ છે. કોરોના વાયરસ જેવી મહામારી સામે બોલીવુડના સેલિબ્રિટીઓ મદદ કરી રહ્યા છે. આ વચ્ચે એક્ટર આમિર ખાનના યોગદાનની ચર્ચાએ જોર પકડયું છે.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

હાલમાં આમિર ખાને એક કિલો લોટની થેલીમાં પૈસા સંતાડીને તેવી ચર્ચાએ જોર પકડયું હતું. આ વચ્ચે આમિર ખાનએ એક નિવેદન આપ્યું છે. આમિર ખાને એક ટ્વીટ દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા દાવાની પોલ ખોલી દીધી છે.
એક્ટરે પોતાના ટ્વીટમાં લખ્યું-‘મિત્રો હું તે વ્યક્તિ નથી જેને લોટના પેકેટમાં પૈસા મૂક્યા હતા. આ તદ્દન ખોટી ખબર છે અથવા રોબિનહૂડ પોતે આ વાતને બતાવવા માંગતા નથી. સુરક્ષિત રહો.’ આમિર ખાનનું આ ટ્વીટ સાબિત કરે છે કે, આમિર ખાને આ કામ નથી કર્યું.

આમિર ખાનનું આ ટ્વીટ અને તેમનો આ ઇમાનદાર અંદાજ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાંઆવ્યું છે. થોડા સમય પહેલા આમિર ખાનને લઇ ટિકટોક પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમા બતાવવામાં આવ્યું હતું કે, જે કોઇએ પણ લોટના પેકેટ લીધા, તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ પેકેટમાં 15 હજાર રૂપિયા સંતાડેલા હતા. આ સાથે જ ટિકટોક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ પાછળ આમિર ખાનનો હાથ છે.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

જણાવી દઈએ કે, આમિર ખાન કોરોના વાયરસ સામે લડવા માટે દાન કર્યું છે પરંતુ તે અંગે કોઇ ખુલાસો થયો નથી. આમિર ખાનના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે.આ ફિલ્મને લઈને તે ખુબ જ મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મમાં આમિર ખાન, કરીના કપૂર સાથે સ્ક્રિન શેર કરતો જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.