મનોરંજન

બોલીવુડનો આ સૌથી મોટો એક્ટર થયો કોરોના પોઝિટીવ, ફેન્સ માંગી રહ્યા છે દુવા

કોરોનાનો કહેર સમગ્ર દેશ સહિત વિશ્વને હચમચાવી રહ્યો છે, તેવામાં સામાન્ય માણસ સાથે સાથે બોલિવુડ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. અત્યાર સુધી ઘણા સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, ત્યારે હાલ બોલિવુડ અભિનેતા આમિર ખાનના કોરોના સંક્રમિત થવાના સમાચાર સામે આવ્યા છે.

બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. છેલ્લા થોડા દિવસમાં રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ વાજપેયી જેવા અનેક મોટા સ્ટાર્સ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

આમિર ખાનના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું છે કે તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ પોતાને ઘરમાં ક્વોરેન્ટાઇન કરી દીધા છે. સાથોસાથ તેઓ હાલમાં તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના ચાહકોની યાદી ઘણી લાંબી છે. ચાહકો આતુરતાથી આમિરની ફિલ્મોની રાહ જુએ છે. અભિનેતા આજકાલ તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના કારણે ચર્ચામાં છે. પરંતુ આમિર ખાન કોરોનાનો શિકાર બની ગયા છે અને તે હાલ હોમ ક્વોરેન્ટાઇન છે.

આમિર ખાને રવિવારે પોતાનો 56મો જન્મદિવસ ઊજવ્યો હતો. તેના બીજા દિવસે એટલે કે સોમવારે તેણે સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. તેણે પોતાના પ્રશંસકોને જન્મદિવસની શુભેચ્છા માટે આભાર દર્શાવાની સાથે સોશિયલ મીડિયાને અલવિદા કહીને અન્ય એક માધ્યમ દ્વારા જોડાવાની ખાતરી આપી છે.

આમિર ખાને તાજેતરમાં જ સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી હતી. આમિર ખાને ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન બહાર પાડતા લખ્યું, ‘મિત્રો, મારા જન્મદિવસ પર ખૂબ જ પ્રેમ માટે તમારો હૃદયપૂર્વક આભાર. મારું હૃદય ભરાઈ ગયું છે બીજા સમાચાર એ છે કે સોશિયલ મીડિયા પરની આ મારી છેલ્લી પોસ્ટ હશે. જોકે હું આ માધ્યમ પર કોઈપણ રીતે એક્ટિવ નથી, તેમ છતાં, મેં તેનાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. આપણે જેવું ઉપયોગ કરીશું તેવી વાત કરીશું.

કોરોના વેક્સીન આવ્યા બાદ ધીમે-ધીમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પોતાની રફ્તાર પકડી હતી અને શૂટિંગ શરૂ થયા હતા. પરંતુ છેલ્લા થોડાક દિવસોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને અનેક બોલિવૂડ એક્ટર તેની ઝપટમાં આવી ચૂક્યા છે. એક દિવસ પહેલા જ કાર્તિક આર્યને પોતાને કોરોના થયો હોવાની વાત સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. બીજી તરફ અભિનેતા રણબીર કપૂર પણ હાલના દિવસોમાં પોઝિટિવ આવ્યા બાદ સેલ્ફ ક્વોરેન્ટાઇન છે.