આજે આમીર ખાનનો જન્મ દિવસ છે. આમિરને બોલીવુડમાં મિસ્ટર પરફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, ફિલ્મમોમાં જ નહિ આમિર તેની અસલ જિંદગીમાં પણ વ્યવહારિક અને પરફેક્ટ ભુમીકામાં રહેતો જોવા મળે છે. પરંતુ આમિરના જીવનમાં કેટલીક એવી બાબતો પણ છે જે ખરેખ વિચારમાં મૂકી દે છે. એક વાર આમિરના કારણે જ દિવ્યા ભારતી બાથરૂમમાં બેસીને કલાકો સુધી રડી હતી, આ કિસ્સો ઘણા ઓછા લોકોને જાણ હશે, ચાલો આજે આમિરના જન્મ દિવસે આ કિસ્સા ઉપરથી પડદો હટાવીએ.

વર્ષ 1993માં આવેલી ફિલ્મ “ડર” શાહરુખ ખાન, સન્ની દેઓલ અને જુહી ચાવલાએ કામ કર્યું છે, પરંતુ આ ફિલ્મ માટે પહેલા દિવ્યા ભારતીની પસંદગી કરવામાં આવી હતી, એ સમયે દિવ્યાનું બોલીવુડમાં એક આગવું નામ હતું, એક સફળ અભિનેત્રીઓના લિસ્ટમાં તેનું સ્થાન હતું પરંતુ આમિર ખાને દિવ્યા ભારતીને એક વિવાદના કારણે એ ફિલ્મમાંથી કઢાવી હતી, જો કે પછીથી આમિર પણ એ ફિલ્મમાંથી નીકળી ગયો હતો.

જોકે આમિર અને દિવ્યા ભારતી વચ્ચેના વિવાદની શરૂઆત લંડનમાં થઇ હતી, લંડનના એક કાર્યક્રમમાં આમિર ખાન, સુનિલ શેટ્ટી, દિવ્યા ભારતી, સલમાન ખાન, જુહી ચાવલા, રવીના ટંડન જેવા ઘણા અભિનેતાઓ પર્ફોમન્સ આપવા માટે ગયા હતા. પરંતુ આ પર્ફોમન્સ આપતા પહેલા દિવ્યા પોતાનું એક સ્ટેપ ભૂલી ગઈ જેને આમિરે નોટિસ કરી લીધું અને તેને શૉના ઓર્ગેનાઇઝરને દિવ્યા ભારતીના બદલે જુહી ચાવલા સાથે પર્ફોમ કરવાનું કહ્યું.

આમિરની આ વાત દિવ્યાને ના ગમી, તેને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું: “આમિરે એમ કહીને મારી સાથે પર્ફોમ ના કર્યું કે એ થાકેલો છે ત્યારબાદ સલમાન ખાને આવીને આમિરની જગ્યાએ પર્ફોમ કર્યું હતું, હું આમિરના આ વર્તનથી ખુબ જ દુઃખી થઇ હતી, બાથરૂમમાં બેસીને કલાકો સુધી રડ્યા કરી, પરંતુ મારે કમજોર નહોતું પડવું, એટલા માટે બહાર જઈને પર્ફોમ કર્યું, હું અત્યારે પણ એના વર્તનથી હેરાન છું, હું સલમાન ખાનની આભારી છું.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.