ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને લઈને આમિર ખાનનું રિએક્શન સામે આવ્યું છે. ફિલ્મને લઈને આમિર ખાને જે વાત કહી છે તે આ સમયે ચર્ચાનો વિષય બની ગઈ છે. આમિર ખાને કહ્યું છે જે, ‘જે કશ્મીરમાં થયું કશ્મીરી પંડિતો સાથે તે ખરેખર ખુબ જ દુઃખની વાત છે. એવી એક ફિલ્મ બની છે તે આ ટોપિક પર તે ખરેખર દરેક હિન્દુસ્તાનીઓએ જોવી જોઈએ અને દરેક હિન્દુસ્તાનીઓને યાદ કરવું જોઈએ કે એક વ્યક્તિ પર જયારે અત્યાચાર થાય છે ત્યારે કેવું લાગે છે.
ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની જ્યાં મોટી સંખ્યામાં દર્શકો અને કેટલાક અભિનેતાઓ ખુલીને વખાણ કરી રહ્યા છે તો બીજા ઘણા મોટા સિતારાઓએ ફિલ્મને લઈને હજી સુધી કઈ કહ્યું નથી જેના કારણે લોકોના નિશાના પર પણ છે. જોકે ફિલ્મને લઈને આમિર ખાને જે વાત કહી છે તે આ સમયે ખુબ ચર્ચામાં છે.
આમિર ખાન એસ.એસ.રાજમૌલીની ફિલ્મ ‘RRR’ના પ્રમોશનલ ઇવેન્ટ પર મહેમાન તરીકે દિલ્હી પહોંચ્યા હતા જ્યાં વાતચીત દરમ્યાન તેમણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ પર પણ થોડીક વાતો કહી હતી. ફિલ્મ ‘RRR’ની સ્ટારકાસ્ટ ફિલ્મ પ્રમોશન માટે દિલ્હી પહોંચી હતી જ્યાં જુનિયર એનટીઆર, રામ ચરણ સિવાય આલિયા ભટ્ટ પણ હતી. આ મંચ પર આમિર ખાન પણ આ કલાકરો સાથે નજર આવ્યા હતા.
ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને લઈને આમિર ખાનને સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે,’હું ‘ધ કશ્મીર ફાઇલ્સ’જરૂર જોઇશ, કેમ કે તે આપણા ઇતિહાસનો એક એવો હિસ્સો છે જેનાથી આપણું દિલ દુભાયું છે. તેમણે આ ફિલ્મને લઈને ઘણી ખુલીને વાત કરી હતી. અભિનેતાએ કહ્યું ‘જે કશ્મીરમાં થયું કશ્મીરી પંડિતોની સાથે તે ખરેખર ખુબ જ દુઃખ વાળી ઘટના છે.
આ ફિલ્મને તે દરેક વ્યક્તિને ગમી છે જે માણસાઈમાં વિશ્વાસ રાખે છે અને તે જ તેની સુંદરતા છે. આમિર ખાને એવું પણ કહ્યું કે હું આ ફિલ્મ જરૂર જોઇશ અને મને એ વાતની ખુશી છે કે આ ફિલ્મ સફળ રહી અને ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર તહેલકો મચાવી રહી છે.