ખબર

આમિર ખાને કર્યા વડાપ્રધાન મોદીના વખાણ, જાણીને તમે ખુશ થઇ જશો – વાંચો સમગ્ર મામલો

બોલિવૂડના પરફેક્શનિસ્ટ અભિનેતા આમિર ખાન હંમેશા સમાજને લાગતા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતા રહે છે. અત્યારે જયારે દેશમાં પાણીની અછતની સમસ્યાને કારણે મોદી સરકારે જળ શક્તિ અભિયાન શરુ કર્યું છે. આ અભિયાનના વખાણ કરીને આમિર ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ત્યારે આ પોસ્ટ ચર્ચાઓમાં છે.

પાણી ફાઉન્ડેશન આમિર ખાન તેમની પત્ની સાથે મળીને ચલાવે છે, જે હાલમાં મહારાષ્ટ્રના એ ગામોમાં આ મુદ્દે કામ કરી રહ્યું છે, જ્યા પાણીની અછત છે. ત્યારે તેઓએ મોદી સરકાર દ્વારા શરુ કરાયેલા આ અભિયાનના વખાણ કર્યા અને સમર્થન પણ આપ્યું. સાથે જ આમિર ખાને ટ્વીટ કરીને લખ્યું, ‘પાણીને મૌલિક અને પ્રાથમિક મુદ્દો બનાવવા તમારા દ્વારા કરવામાં આવેલી પહેલ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. અમારું સમર્થન તમારી સાથે છે.’

આમિર ખાનની આ ટ્વીટ બાદ નરેન્દ્ર મોદીએ સરાહના કરીને કોમેન્ટ કરી – ‘પાણીને બચાવવું અને લોકોને આ માટે જાગૃત કરવાના આમિર ખાનના આ પોઈન્ટ્સ એકદમ ખરા છે.’ આ સાથે જ તેમને આમિર ખાનના વીડિયોને રિટ્વિટ કરીને પ્રશંસા કરી હતી અને આમિરે પણ ટ્વીટ કરીને આભાર માન્યો હતો. નોંધનીય છે કે ઘણા સમયથી આમિર ખાન આ લાગેલા છે.

પીએમ મોદીએ 30 જૂનના રોજ મનકી બાત કાર્યક્રમમાં દેશમાં વધી રહેલા જળસંકટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે વરસાદનું ફક્ત 8 ટકા પાણી જ સંચિત કરી શકીએ છીએ. જો પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધારી લેવામાં આવે તો જળસંકટ ટાળી શકાય છે. વડાપ્રધાન મોદીએ દેશના લોકોને સ્વચ્છતા અભિયાનની જેમ જ જળ બચતને આંદોલન બનાવવાની અપીલ પણ કરી. પીએમ મોદીએ આ જળ શક્તિ સંરક્ષણના વખાણ પણ કરવામાં આવી રહયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks