મનોરંજન

છૂટાછેડા થઇ ગયા તો પણ એક્સ વાઈફ કિરણ રાવ આવું કરી રહ્યો છે આમિર ખાન, વીડિયો થયો વાયરલ

તલાક લીધા પછી પણ આમિર ખાન કિરણ સાથે આ શું કરી રહ્યો છે? ફેન્સનો મગજ ફાટ્યો- જુઓ

છેલ્લા થોડા સમયથી બોલીવુડના ખ્યાતનામ અભિનેતા આમિર ખાન અને પૂર્વ તેની પત્ની કિરણ રાવના છૂટાછેડાની ચર્ચાઓથી સોશિયલ મીડિયા ભરેલાયેલું છે ત્યારે આ દરમિયાન જ કિરણ રાવ સાથે આમિર ખાનનો એક ડાન્સ સામે આવ્યો છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આમિર ખાન હાલ પોતાની ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા”ના શૂટિંગમાં વ્યસ્ત છે. અને તે હાલમાં તે તેની એક્સ વાઈફ કિરણ રાવ સાથે લદ્દાખમાં છે. હાલમાં જ અભિનેતા નાગા ચૈતન્યએ એક તસ્વીર શેર કરી હતી, જેમાં આમિર ખાન અને કિરણ રાવ સાથે નજર આવી રહ્યા હતા. હવે આમિર ખાન અને કિરણ રાવનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને ડાન્સ કરતા નજર આવી રહ્યા છે.

“લાલસિંહ ચઢ્ઢા”ની આખી ટીમ વાખા ગામની અંદર શૂટિંગ માટે પહોંચી છે. જ્યાંના સ્થાનિક લોકોએ ખુલા દિલથી આમિર ખાનનું સ્વાગત કર્યું. આ સેલિબ્રેશન દરમિયાન આમિર અને કિરણ લદાખના પારંપરિક કપડામાં નજર આવ્યા. એટલું જ નહિ બંને સાથે જ ગામના લોકો સાથે ફોક ડાન્સ પણ કરતા નજર આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@amirkhanactor_)

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા આ વીડિયોને આમીર ખાનના એક ફેન પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. એવામાં જયારે આમિર અને કિરણ રાવ વચ્ચે છૂટાછેડા થઇ ચુક્યા છે તે બાદ આ વીડિયો જોઈને તેમના ચાહકો પણ ખુબ જ હેરાન છે.