મનોરંજન

ગીરમાં એશિયાટિક સિંહ જોઈને રોમાંચિત થયા આમિર ખાન, કહ્યું કે-એક વાર તો અચૂક મુલાકાત લેવી જોઈએ

બોલીવુડના એકટર આમિર ખાન પરિવાર સાથે સાસણગીરની મુલાકાતે છે. આમિર ખાન તેના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે સાસણગીર પર પસંદગી ઉતારી હતી. આ દરમિયાન આમિર કાને સિંહોની નિહાળીને અભિભૂત થયા હતા. ગત વહેલી સવારે આમિરખાને 10થી વધુ વાહનોમાં સાસણમાં જંગલ સફારીનો લ્હાવો લીધો હતો.


આમિર ખાન અલગ-અલગ રૂટમાં 10થી વધુ સિંહના દર્શન કર્યા હતા. આમિર ખાને સિંહ દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે, અમે ગીર વિષે ઘણું સાંભળ્યું હતું તેથી અમે વેડિંગ એનિવર્સરી મનાવવા માટે ગીર પર પસંદગી ઉતારી હતી.અમે નસીબદાર છીએ કે અમને સિંહ જોવા મળ્યા. હું લોકોને જરૂર કહીશ કે મોકો મળે ત્યારે અચૂક ગીરની મુલાકાત લેવી જોઈએ. સિંહ આપણા ભારતનું ગૌરવ છે.આ સાથે જ કહ્યું હતું કે, જેટલું સાંભળ્યું હતું તેનાથી વધુ જોયું છે.

 

View this post on Instagram

 

A post shared by ✒ (@perfectaamirx)

]

નોંધનીય છે કે, આમિર ખાને સાસણની વુડ્ઝ હોટેલમાં રોકાણ કર્યું હતું. જંગલમાં સફારી કરવા જવા માટે અગાઉથી બુકિંગ હોવાથી દસથી વધુ જીપ્‍સી સહિતની કારોમાં જંગલના રાજા સિંહો જોવા નીકળ્યાં હતાં. સિંહ દર્શન દરમિયાન આમિર ખાનની સાથે વનવિભાગનો સ્ટાફ સાથે રહ્યો હતો. આ સાથે જ આમિર ખાને ગીર જંગલની વિશેષતા જાણી હતી. પરિવારજનો સાથે અલગ-અલગ રૂટો પર ફરીને જંગલના રાજા સિંહ-સિંહણને આરામ ફરમાવતા નિહાળ્યા હતા.આ સાથે જ આમિર ખાનનો પરિવાર સિદી બાદશાહના નૃત્યની ધમાલ નીહાળી રોમાંચિત થઈ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by donyayeshohrat (@donyayeshohrat)