આમિર ખાનની લાડલી તો જબરી નીકળી, પુલમાં એવા એવા પોઝ આપ્યા કે જોતા જ પસરેવો છૂટી જશે!
બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમરી ખાનની દીકરી ઇરા ખાન સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટવી રહે છે. તે અવાર- નવાર પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જાય છે.

હાલમાં જ ઇરા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર બિકીનીમાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે જેના કારણે તે ખુબ જ ચર્ચામાં છે. તેની આ તસવીરો ઉપર તેના ચાહકો લાઈક અને કોમેન્ટ કરીને ખુબ જ પ્રેમ પણ વરસાવી રહ્યા છે.

ઇરા ખાનની તસ્વીરમાં તમે તેને જોઈ શકો છો તે કાળા અને પીળા રંગની બિકીનીમાં જોવા મળી રહી છે. તેનો આ લુક ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

પોતાની તસ્વીર શેર કરવાની સાથે ઇરાએ એક કેપશન પણ આપ્યું છે. તેને લખ્યું છે કે, “મારે બહુ જ બધું કરવું છે. ક્યારેક ક્યારેક તમને પોતાના માટે એક બ્રેકની જરૂર પડે છે અને સૌથી પહેલા તો તમને પોતાના પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાઓને પુરા કરવાની જરૂર પડે છે અને હવે હું ફરીથી કામ ઉપર જઈ રહી છું. રાહ જોવા માટે ધન્યવાદ.”

ઇરા ખાનની આ તસ્વીરોને અત્યારસુધી લાખો લોકોએ લાઈક કરી છે. તેના ચાહકો તેની આ તસ્વીર ઉપર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ ઉપર ઈરાના 3 લાખ 62 હજાર જેટલા ફોલોઅર્સ છે.

ઇરાએ એક બીજી તસ્વીર પણ શેર કરી છે જેમાં તે બાથટબની અંદર સૂતી જોવા મળી રહી છે. સાથે તે કોઈ બુક પણ વાંચતી જોવા મળે છે.

ઇરા ખાન સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તે હરદમ શેર કરીને ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે.