બોલીવુડના સ્ટાર્સ જેમ જેમ પ્રતિષ્ઠાને પામતા જાય છે તેમ તેમ તેમને સુરક્ષાની પણ ખાસ જરૂર પડતી હોય છે, કારણ કે તેઓ જે પણ જગ્યાએ જતા હોય ત્યાં લોકોના ટોળે ટોળા તેમને મળવા માટે દોડતા હોય છે, અને આ બધાથી સાચવવા માટે સ્ટાર્સ પોતાની સાથે બોડીગાર્ડ રાખતા હોય છે. તેમની રક્ષા કરવા આ સ્ટાર્સ તેમને લાખો રૂપિયામાં પગાર પણ ચુકવતા હોય છે.

આપણે સલમાન ખાનના બોડીગાર્ડ શેર વિશે તો ઘણું બધું જાણીએ છીએ, પરંતુ આજે અમે તમને બોલીવુડના બીજા ખાન આમિર ખાનના બોડીગાર્ડવિશે જણાવીશું, જેનું નામ છે યુવરાજ ઘોરપડે અને આમિરનો આ બોડીગાર્ડ શેર કરતા પણ કમ નથી, આમિર યુવરાજને પોતાનું રક્ષણ કરવા માટે ખુબ મોટો પગાર પણ આપે છે.

જ્યારે આમિર ઘરની બહાર નીકળી જાય છે ત્યારે બોડીગાર્ડ યુવરાજ તરત જ એક્ટિવ થઈ જાય છે. તેની નજર ચારેય તરફ રહે છે અને તે આમિર ખાન પર આવતા દરેક ખતરાને ઓળખી લે છે. આ કામ માટે આમિર ખાન તેને વાર્ષિક બે કરોડ રૂપિયા આપે છે, જે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાના પગારની બરાબર છે.

યુવરાજ આમિર ખાન સાથે આમિરના કાર્યક્રમો, ફિલ્મોના પ્રમોશન, શૂટિંગ સેટ અને વિદેશ પ્રવાસમાં પણ સાથે છે. સોશિયલ મીડિયા અને મીડિયામાં આવનારી આમિર ખાનની તસવીરોમાં યુવરાજ જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી આમિર યુવરાજ પર વિશ્વાસ રાખે છે અને યુવરાજ તેની સુરક્ષા કરી રહ્યો છે.

આમિર ખાન કરતા પણ બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના બોડીગાર્ડ રવિનો પગાર વધારે છે. તે હંમેશા શાહરુખ સાથે જ રહેતો જોવા મળે છે. રવિને શાહરુખ પોતાની સુરક્ષા માટે 2.7 કરોડ વાર્ષિક પગાર ચૂકવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.