આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઇના અંતિમ સંસ્કારમાં ઇમોશનલ થયો આમિર ખાન, પરિવારની રડી રડીને હાલત ખરાબ

નીતિન દેસાઇના અંતિમ સંસ્કારમાં ઘરવાળાની આંખો થઇ નમ, આમિર ખાને પરિવારને આપી સાંત્વના

Nitin Desai Funeral: બોલિવૂડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ શુક્રવારે પંચતત્ત્વમાં વિલીન થઇ ગયા. તેમના અંતિમ સંસ્કાર તેમના પોતાના એનડી સ્ટુડિયોમાં કરવામાં આવ્યા હતા. આ તેમની છેલ્લી ઈચ્છા પણ હતી. બોલિવૂડ એક્ટર આમિર ખાન તેમના અંતિમ દર્શન માટે સ્ટુડિયો પહોંચ્યા હતા.

આમિર ખાને પહોંચ્યો નીતિન દેસાઇના અંતિમ સંસ્કારમાં
આમિર સિવાય ડિરેક્ટર સંજય લીલા ભણસાલી, આશુતોષ ગોવારિકર, એક્ટર મનોજ જોશી, મુકેશ ઋષિ અને અનુરાગ બાસુ સહિત ઘણા કલાકારો પણ પહોંચ્યા હતા. નીતિન દેસાઇએ બુધવારે તેમના એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી હતી. અંતિમ સંસ્કાર સમયે આમિરે મીડિયાને પણ સંબોધિત કર્યું હતું. જ્યારે આમિરને પૂછવામાં આવ્યું કે બોલિવૂડમાંથી કોઈએ આગળ આવીને તેમની મદદ કેમ ન કરી?

મીડિયાને સંબોધતા કહ્યુ-કોઇને ખબર નહોતી, તેઓ મુશ્કેલીમાં હતા
તો આમિરે કહ્યું- ‘કોઈને બિલકુલ ખબર ન હતી.’ જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે બોલિવૂડમાંથી કોઈ તેમના અંતિમ સંસ્કારમાં કેમ ન આવ્યું, તો તેણે કહ્યું- ‘કદાચ કેટલાક લોકો નહિ આવી શક્યા હોય, પરંતુ દરેકના દિલમાં તેમની એક ખાસ જગ્યા છે. હું પ્રાર્થના કરું છું કે પરમાત્મા તેમના પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે.

પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ
બીજી તરફ, પોલીસે આ કેસમાં નીતિનને લોન આપનાર ફાઇનાન્સ કંપનીના અધિકારી સહિત અન્ય 5 લોકો સામે FIR નોંધી છે. નીતિનના પરિવારજનોએ આક્ષેપ કર્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. આમિર ખાને નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. એક તસવીરમાં આમિર ખાન નીતિન દેસાઈને અંતિમ વિદાય અને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે.

નીતિન દેસાઇ પર હતુ કરોડોનું દેવુ
તે નીતિન દેસાઈના પરિવારને પણ સાંત્વના આપતો જોવા મળ્યો હતો. આ દરમિયાન અભિનેતા ઉદાસ દેખાઈ રહ્યો હતો. એક તસવીરમાં નીતિન દેસાઈની પુત્રી રડતી જોવા મળી રહી છે. બીજી તરફ અન્ય લોકો આવીને તેને સાંત્વના આપી રહ્યા છે. જણાવી દઈએ કે નીતિન દેસાઈએ 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે વ્યાજ સાથે 252 કરોડ રૂપિયા થઈ ગઈ હતી, જેને તેઓ ચૂકવવામાં અસમર્થ હતા. એટલા માટે તેણે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

Shah Jina