આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા પછી આ હિરોઈન ત્રીજી પત્ની બનશે ? જાણો સમગ્ર મામલો

‘કોરોનાની ત્રીજી લહેર પહેલા આવશે કે આમિર ખાનની ત્રીજી પત્ની? લોકોએ ગંદી રીતે હીરોને કર્યો ટ્રોલ, જુઓ

ફિલ્મ ઈડિન્સ્ટ્રીની રંગીન દુનિયામાં કોના સંબંધો ક્યારે બંધાય છે અને ક્યારે તૂટી જાય છે તે કઈ કહેવાય એમ નથી, ઘણા કિસ્સાઓમાં અપને જોયું છે કે બોલીવુડના મોટા મોટા સેલેબ્રિટીઓ પણ લગ્ન બાદ અલગ થઇ જતા હોય છે,

હાલ ખબર આવી રહી છે બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનની. જે પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડા લઇ રહ્યા છે. 15 વર્ષ ના પોતાના લગ્ન જીવન બાદ આમિર ખાન કિરણ રાવે પોતાના સંબંધને ખતમ કરવાનો નિર્ણય લઇ લીધો છે.

આમિર અને કિરણે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ દ્વારા આ વાતની જાહેરાત કરી છે. હવે બંનેના રસ્તા અલગ હશે. હવે બંને પોતાના જીવનને પતિ પત્નીની જગ્યાએ અલગ અલગ રીતે જીવશે. આ ખબર બંનેના ચાહકો માટે ખુબ જ ચોંકાવનારી છે.સોશિયલ મીડિયા ઉપર હાલમાં આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાને લઈને  ચર્ચાનો માહોલ ગરમ છે. ત્યારે આ દરમિયાન હવે સોશિયલ મીડિયા યુઝર્સ આમિર ખાનની ત્રીજી પત્ની વિશે  હાલમાં ખુબ જ ચર્ચાઓ પણ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે આમિર ખાન અને કિરણ રાવે શનિવારે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને પોતાના છૂટાછેડાની વાતની જાહેરાત કરી હતી.

ત્યારે હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર ઉપર આમિર ખાનની  કો-સ્ટાર રહી ચુકેલી અભિનેત્રી ફાતિમા સના શેખ ટ્રેન્ડ થઇ રહી છે. ટ્વીટર ઉપર ઘણા લોકોની કહેવું છે કે આમિર અને કિરણ રાવના છૂટાછેડા પાછળનું કારણ ફાતિમા સના શેખ છે.

આમિર અને ફાતિમાની વચ્ચે વધતી નજીકતા લીધે કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. કિરણ આ બધી વસ્તુઓથી ખુબ જ અપસેટ હતી.

તમને જણાવી દઈએ કે ફાતિમા સના શેખે ફિલ્મ “દંગલ”થી બોલીવુડની અંદર ડેબ્યુ કર્યું હતું. જેમાં તે આમિર ખાનની દીકરીનું પાત્ર નિભાવી રહી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર હિટ સાબિત થઇ. “દંગલ”ની સફળતા બાદ ફાતિમા સના શેખે આમિર ખાન સાથે “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન”માં કામ કર્યું જેના બાદ આમિર અને ફાતિમાના અફેરની ખબરો આવવા લાગી હતી.

હવે કિરણ રાવ અને આમિર ખાનના છૂટાછેડા થવા ઉપર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. તેને કિરણ અને આમિરના છૂટાછેડાનું કારણ જણાવવામાં આવી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે હવે આમિર ફાતિમા સાથે લગ્ન કરશે અને તેનાથી પણ વધારે લાંબો સમય સાથે રહેશે.

તો કોઈ ફાતિમા સના શેખને ઘર તોડનાર જણાવી રહી છે. તો ઘણા લોકો ફાતિમાને શુભકામનાઓ પણ આપી રહ્યા છે. જો કે ફાતિમા સના શેખે ફિલ્મફેયરને આપેલા ઈક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે આ પ્રકારની ખબરોથી ખુબ જ પ્રભાવિત થઇ છે. ઘણા લોકો તેના વિશે લખી રહ્યા છે. જયારે તેમાં કોઈ હકીકત નથી. તેનું કહેવું છે કે તે ખુબ જ ડિસ્ટર્બ હતી કારણ કે તે નહોતી ઇચ્છતી કે લોકો વગર કઈ જાણે કઈ ખોટું વિચારે.

Niraj Patel