ટીવીના સૌથી લોકપ્રિય કપલ આમિર અને સંજીદાના 9 વર્ષના સંબંધોનો આવી ગયો અંત, છૂટાછેડાના સમાચાર સાંભળીને ચાહકોના દિલ તૂટ્યા

એન્ટરટેટમેન્ટની દુનિયા ખુબ જ રંગીન છે, અહીંયા કોનો સંબંધ કોની જોડે જોડાઈ જાય તે કોઈ નથી જાણતું, ઘણા સંબંધો લગ્નમાં પણ પરિણમે છે, તો ઘણા કપલ એવા પણ હોય છે જેમને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે, પરંતુ જયારે તેમના અલગ થવાની ખબર આવે છે, ત્યારે ચાહકોના દિલ પણ તૂટી જાય છે.

હાલ એવી જ એક ખબર ટીવીના સૌથી લોકપ્રિય કપલમાંથી એક આમિર અલી અને સંજીદા શેખને લઈને આવી છે. આમિર અને સંજીદાની જોડીને ચાહકોએ ખુબ જ પ્રેમ આપ્યો છે. પરંતુ હવે તેમના છૂટાછેડાની ખબરે ચાહકોનું દિલ તોડી દીધું છે. મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ તેમના છૂટાછેડાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.

આમિર અલી અને સંજીદા શેખની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મની કહાની કરતા કમ નથી. આમિર અલીના સ્ટ્રગલના દિવસોમાં સંજીદા શેખ પિલર બનીને તેમની સાથે ઉભી રહી. આમિર અલીએ ઘણી વાર ઇન્ટરવ્યૂમાં સંજીદાના આ સારાપણાનો ઉલ્લેખ કર્યો છે. વર્ષો સુધી એક બીજાને સમજ્યા બાદ બંનેએ 2012માં લગ્ન કરી લીધા.

આમિર અલી અને સંજીદા શેખના લગ્નએ બધાના દિલ ખુશ કરી દીધા હતા. લગ્ન બાદ બંને સુખી લગ્નજીવન માણી રહ્યા હતા. દંપતીનું જીવન ખુશીઓથી ભરેલું હતું. થોડા દિવસો પછી, બંને એક સુંદર દીકરીના માતા પિતા બન્યા, જેનું નામ આર્યા હતું. દંપતીના સારા જીવનની ના જાણે કોની નજર લાગી ગઈ ? ધીમે ધીમે તેમના સંબંધોમાં અંતર વધવા લાગ્યું. જેના બાદ તેમના અલગ થવાના સમાચાર આવવા લાગ્યા. જો કે, લાખો અફવાઓ પછી પણ કપલમાંથી કોઈ આગળ આવ્યું નહીં અને અલગ થવાની વાત ના કરી.

અને આખરે એ ખબર આવી જ ગઈ જેનો સૌને ડર હતો. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે આમિર અને સંજીદાના છૂટાછેડાના કાગળિયા 9 મહિના પહેલા જ આવી ચુક્યા છે. એટલું જ નહિ બંને જૂની વાતો ભુલાવીને પોતાના જીવનમાં આગળ પણ વધી ગયા છે. રિપોર્ટ્સમાં એમ કહેવામાં આવ્યું છે કે દીકરીની કસ્ટડી સંજીદા શેખને સોંપવામાં આવી છે. બંનેએ પોતાની પ્રાઇવસીનું ધ્યાન રાખતા છૂટાછેડાની વાતને જાહેર નહોતી કરી.

Niraj Patel