રસોઈ

આલુ પુરી – ચા કે કોફી સાથે સાદી અને લોચા પૂરી તો ખાધી જ હશે આજે બનાવો આ નવીન આલુ પૂરી…

આલુ પુરી:
હાઇ ફેન્ડસ, તમે બધા સાદી પુરી, મસાલા પુરી તો બનાવતા જ હશો પણ આજે તમારા માટે સ્પેશીયલ પુરીની નવી અને ટેસ્ટી વેરાયટી લઇને આવી છુ.તો આ નવા વષૅમાં મહેમાનો ને પુરીની નવી વેરાયટી ખવડાવીને ખુશ કરી દેજો.

ટાઈપ-સ્નેક્સ
પિ્પેરેશન ટાઈમ-૩૦ મિનિટ

સામગી્:

 • ઘઉંનો લોટ-૧ કપ
 • ચણાનો લોટ-૧/૪ (પા કપ)
 • બાફેલા બટાકા-૨ નંગ
 • આદુ મરચાની પેસ્ટ-૧ ટી સ્પૂન
 • લાલ મરચુ-૨ ટી સ્પૂન
 • હડદર-૨ ટી સ્પૂન
 • ધાણાજીરૂ-૧ ટી સ્પૂન
 • અજમો -૧ ટી સ્પૂન
 • ગરમ મસાલો-૧ ટી સ્પૂન
 • મીઠુ-સ્વાદ મુજબ
 • તેલ-૧ટેબલ સ્પૂન મોણ માટે

રીત:
એક બાઉલમાં બાફેલા બટાકાને છીણી લો.તેમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરો.

તેમાં બધા મસાલા અને તેલનું મોણ ઉમેરીને મિક્સ કરો. તેનો મિડિયમ સોફ્ટ લોટ બાંધો.જરૂર લાગે તો જ પાણી ઉમેરવુ.

લોટને ૫ મિનિટ રેસ્ટ આપીને સરખી સાઈઝના લુવા બનાવીને પુરી વણી લો.

ગરમ થયેલા તેલમાં મિડિયમ આંચ પર પુરીને તડી લો.

તૈયાર છે આલુ પુરી.આને કોઇ પણ શાક સાથે કે ચા-કોફી સાથે સવૅ કરી શકો છો.

આટલા લોટમાં ૨૫-૩૦ પુરી તૈયાર થાય છે.

Author: Bhumika Dave GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ