રસોઈ

આજે સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસીપી જોઈને બનાવો આલુ ભુજીયા સેવ, ચટપટા ટેસ્ટની આ સેવ ટીવી જોતાં જોતાં કે ગરમા ગરમ ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે..

આપણે જ્યારે ફ્રી સમયમાં બેસીએ છીએ તો કંઈક ખાવાનું મન થાય છે …તો , કેમ નહીં ચાલોને આજે એવું જ કઈક નવું ને ટેસ્ટી બનાવવાની ટ્રાય કરીએ જેક આપણે ફ્રી સમયમાં આરામથી ખાઈ શકીએ. જેના ખાવાથી આપનો સમય પણ પસાર થઈ જાય ને ટેસ્ટમાં પણ એકદમ અલગ હોય. તો આજે આપણે એવું જ ટેસ્ટી ને ફ્રી સમયમાં ખાઈ શકાય એવા આલુ ભુજીયા સેવ બનાવવા જય રહ્યા છીએ, જે તમે એકવાર બનાવીને સ્ટોર પણ કરી શકો છો. ઘણા દિવસો સુધી એ ફ્રેસ રહે છે. અને તે ચા સાથે કે કોફી સાથે કે પછી નાસ્તામાં ખવાતી કોઈપણ વસ્તુ સાથે ખાવામાં આવે તો પણ તે સ્વાદિષ્ટ લાગે છે. તો નોંધી લે જો રીત અને બાનવજો જરૂર.
સામગ્રી:

  • મોટા બટાકા, 3 (બાફેલી)
  • ચણાનો લોટ, 150 ગ્રામ
  • મરચું પાવડર: 1/2 ચમચી
  • હળદર: 1/2 ચમચી
  • ગરમ મસાલો : 1/2 ચમચો.
  • કહવાનો રંગ 1/2 ચમચી
  • મીઠું
  • તેલ

રીત :
પ્રથમ તો મોટા વાસણમાં બટાકામે મેશ કરી લો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ, હળદર, મરચું પાવડર અને મીઠું ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
જ્યારે તમે આ બધી જ સામગ્રી મિક્સ કરો ત્યારે પાણીના ઉપાયગ વગર જ કરવી. અને પછી જો જરૂર જેવુ જણાય તો જ તમે થોડું પાણી એડ કરી શકો છો. જો બટાકા ઓછા હશે તો જ પાણીની જરૂર પડશે એ પણ ધ્યાન રાખો.

હવે આપણો લોટ બંધાઈ ગયૂ છે, તેને થોડું તેલ લઈને ટૂપી લો.
એ પછી નાના નાના લૂઆ બનાવીને એને ભુજીયા બનાવવાના સંચામાં ભરી દો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલને તળવા માટે ગરમ કરો અને તે ગેસની આંચ એકદમ હળવી જ રાખવી.

અને પછી સંચાની મદદથી તેલમાં જ ભુજીયા સેવ પાડી દો. ધ્યાન રાખો કે ગેસ વધારે ફૂલ ન હોવો જોઈએ, જો વધારે હશે તો તરત જ તળાઈ જાય છે અથવા બળી જશે.
અને હવે …તળાઈ ગઈ છે તમારી આલુ ભુજીયા સેવ..તેને તલવાની ઝારીની મદદથી એક પ્લેટમાં કાઢી લો. ને ફરી આ જ રીતે બીજી ભુજીયા સેવ બનાવો અને ટાળો અને પ્લેટમાં કાઢી લો.
હબે તેને વચ્ચેથી તોડીને પછી હલાવો ને ઉપરથી ગરમ મસાલો છાંટો ને હળવા હાથે હલાવી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરો. ને જ્યારે મન થાય ત્યારે ચા કે કોફી સાથે ખાઈ શકો છો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ