અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે તાજેતરમાં જ 11 ડિસેમ્બરે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇરે સાથે લગ્ન કર્યા છે, આ લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. જો કે આ ભવ્ય લગ્ન પહેલા બંનેએ પરિવારની હાજરીમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા, જેની તસવીરો હવે વાયરલ થઈ રહી છે.
તસવીરો ઉપરાંત એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં રજિસ્ટર્ડ મેરેજ વખતે આલિયા સાઈન કરતી જોવા મળે છે અને આ સમયે અનુરાગ પુત્રીની પાછળ ઉભા તેનો દુપટ્ટો ઠીક કરી રહ્યા છે. વીડિયોમાં આલિયા ઔપચારિકતા પૂરી કરી રહી છે અને આ દરમિયાન અનુરાગ આલિયાના દુપટ્ટાને ઠીક કરતો જોવા મળી રહ્યો છે.
અનુરાગનો આ ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પણ તેના પર કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, આલિયા કશ્યપના લગ્ન મુંબઇમાં થયા હતા અને લગ્નની બધી વિધિઓના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારે હવે આલિયાની માતા આરતી બજાજે રજિસ્ટર્ડ લગ્નની પણ તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
આ દરમિયાનના આલિયાના લુકની વાત કરીએ તો તેણે ટ્રેડિશનલ રેડ આઉટફિટ પહેર્યો હતો જ્યારે શેન કુર્તા પાયજામામાં જોવા મળ્યો. આ સેરેમની 3 ડિસેમ્બરે યોજાઇ હતી.
View this post on Instagram