નવાઝુદ્દીન સિદ્દીકી અને પત્ની આલિયા વચ્ચેના ઝઘડાનો હવે આવી જશે અંત ? લેટર લખીને માંગી પોતાના પતિની માફી, જાણો સમગ્ર મામલો

પતિ નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવાર પર દાખલ કરેલા તમામ કેસ.. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કર્યો ખુલાસો… જુઓ શું કહ્યું ?

Aaliya Siddiqui writes long note: બૉલીવુડના સિતારાઓ તેમની પ્રોફેશનલ લાઈફ ઉપરાંત તેમની પર્સનલ લાઈફને લઈને પણ સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમના અફેર, બ્રેકઅપ, ડિવોર્સ અને કાયદાકીય કેસ પર પણ ચાહકોની સતત નજર રહેતી હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પણ તેમની પત્ની આલિયા સાથેના વિવાદને લઈને સતત ચર્ચામાં છે.

આલિયાએ માંગી માફી:

હાલમાં જ પત્ની આલિયા સિદ્દીકીએ ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને પત્ર લખીને પોતાની ભૂલો માટે માફી માંગી છે. તેણે નવાઝ અને તેના પરિવાર સામેના કેસ પાછા ખેંચવાની પણ જાહેરાત કરી છે. નવાઝની ભૂલોને માફ કરતી વખતે, આલિયાએ આગળ વધવાની અને ભવિષ્યને વધુ સારી રીતે આકાર આપવાનો પ્રયાસ કરવાની વાત કરી.

નવાઝ એક સારો પિતા છે:

તેણે કહ્યું કે ભૂતકાળના ચક્રવ્યૂહમાં ફસાયેલા રહેવું યોગ્ય નથી. ફરીવાર ભૂલો નહી કરવાનાં વચન સાથે બાળકોના ભવિષ્યને સોનેરી પ્રકાશથી ભરી દેવાના સંકલ્પ લેવાની વાત કરી હતી. નવાઝુદ્દીનને સંબોધીને લખેલા પત્રમાં તેણે કહ્યું કે તે એક સારા પિતા છે, અને ભવિષ્યમાં પણ સારા પિતાની તમામ ફરજો નિભાવશે.

આ લડાઈ બાળકો માટે છે:

આલિયા સિદ્દીકી હાલમાં તેના બાળકોના શિક્ષણને લઈને દુબઈમાં રહે છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પત્ર પોસ્ટ કર્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીને લખેલા પત્રમાં તેણે લખ્યું છે કે તેની લડાઈ બાળકો માટે છે. બાળકોના ચહેરા પરનું સ્મિત જોઈને તેમની ચિંતાનો અંત આવ્યો. તેણે નવાઝ માટે લખ્યું કે તે તેની કારકિર્દીને વધુ ઉંચાઈ પર લઈ જવાની આશા રાખે છે.

તમામ કેસ લેશે પરત:

આલિયાએ જાહેરાત કરી છે કે તે નવાઝુદ્દીનના પરિવાર વિરુદ્ધ દાખલ કરેલા તમામ કેસ પાછા ખેંચી રહી છે. આલિયાએ નવાઝુદ્દીનને લખેલા પત્રમાં કહ્યું છે કે તેને તેની પાસેથી કોઈ આર્થિક મદદની જરૂર નથી અને ન તો તે તેની અપેક્ષા રાખે છે. આલિયાએ કહ્યું કે તે કહેવા માંગે છે કે તે પોતાની ફિલ્મના નિર્માણ દરમિયાન લીધેલી લોન ચૂકવવા માટે પોતાની માલિકીનું ઘર વેચવા માંગે છે.

સારા પતિ-પત્ની ના બની શક્યા, પરંતુ સારા માતા-પિતા બનીશું:

તેણે નવાઝુદ્દીનના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવતા આલિયાએ લખ્યું છે કે તેણે બાળકોની પણ સારી કાળજી લેવી જોઈએ. આલિયાએ નવાઝને લઈને પત્રમાં કહ્યું છે કે તેઓ સારા પતિ-પત્ની બની શક્યા નથી. પરંતુ આશા છે કે આપણે સારા માતા-પિતા બની શકીશું. એકબીજાને માફ કરવાની વાત કરતાં આલિયાએ એક પગલું આગળ વધારવાની વાત કરી છે.

Niraj Patel