ફેમસ ફિલ્મ નિર્દેશક, નિર્માતા, ફિલ્મ રાઇટર અને પ્રોડ્યુસર એવા અનુરાગ કશ્યપ અલગ અલગ પ્રકારની ફિલ્મો બનાવે છે અને સાથે જ તે સામાજિક મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયને લીધે પણ મોટાભાગે ચર્ચામાં બનેલા રહે છે. જેને લીધે અનુરાગજીને ઘણીવાર આલોચનાનો પણ સામનો કરવો પડે છે.
જ્યા એક તરફ અનુરાગ કશ્યપ લાઇમલાઇટમાં બનેલા રહે છે જ્યારે બીજી તરફ તેની દીકરી આલિયા કશ્યપ લાઇમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આલિયા એક સ્ટારકિડમાની એક છે પણ તેને ખુબ ઓછા લોકો ઓળખે છે.
આલિયા પણ પોતાના પિતાની જેમ એકદમ કુલ અને બોલ્ડ છે. લાઇમલાઈટથી દૂર રહેનારી આલિયા કશ્યપ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને પોતાની બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.
અનુરાગ કશ્યપ વિશે તો લોકો જાણે છે પણ આજે અમે તમને તેની દીકરી આલિયા કશ્યપ વિશે જણાવીશું જે સુંદરતાની બાબતમાં સારા અલી ખાન જાહ્નવી કપૂર વગેરે જેવી અભિએત્રીઓને ટક્કર આપે છે.
જણાવી દઈએ કે આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની અને ફિલ્મ એડિટર આરતી બજાજની દીકરી છે. આગળની 9 જાન્યુઆરીએ આલિયાનો જન્મદિસવ હતો અને તે 19 વર્ષની થઇ ચુકી છે.
View this post on Instagram
અનુરાગજીની મોટાભાગની ફિલ્મોની એડિટર આરતી બજાજ જ હોય છે. અનુરાગજીએ વર્ષ 2003 માં આરતી બજાજ સાથે લગ્ન કર્યા હતા જેના પછી વર્ષ 2009 માં બંન્નેના છૂટાછેડા થઇ ગયા હતા. જો કે પ્રોફેશનલની બાબતમાં બંન્નેનો આજે પણ સારો એવો સંબંધ છે.
ઇન્સ્ટાગ્રામ પર તેની તસ્વીરોમાં તેનો કાતિલાના અંદાજ જોઈ શકાય છે. ઇન્સ્ટાગ્રામ પર આલિયાના 14 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે, જયારે આલિયા 700 લોકોને ફોલો કરે છે.
View this post on Instagram
I’m a high school grad 🥳 (pls ignore my awkward hand in every pic idk what it was doing)
આલિયા તે સમયે ચર્ચામાં આવી હતી જયારે વર્ષ 2017 માં એજયુએક્શન ઑફ ગર્લ્સ પર ડ્રોક્યૂમેંટ્રી બનાવી હતી. આલિયા ડિઝાઈનર બબિતા મલકાનીના બ્રાન્ડની એમ્બેસેડર રહેવાના સિવાય હાઈ સ્ટ્રીટ ફેશન પોર્ટલ અવન્તના કેમપેન વીડિયોમાં પણ જોવા મળી ચુકી છે.
સૌથી ખાસ વાત એ છે કે તે શ્રીદેવીની દીકરીઓ ખુશી અને જાહ્નવી કપૂરની સારી એવી મિત્ર પણ છે. આલિયા ઘણીવાર તેની સાથે પાર્ટી કરતી પણ જોવા મળે છે. આ સિવાય તે સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ ખાનની પણ મિત્ર છે. હાલ આલિયા કેલિફોર્નિયાની ચૈપમૈન યુનિવર્સીટિથી અભ્યાસ કરી રહી છે.
View this post on Instagram
આલિયા પિતા અનુરાગ કશ્યપની ખુબ જ નજીક છે છે. અનુરાગ મોટાભાગે આલિયા સાથે સમય વિતાવતા રહે છે. આગળના વર્ષે આલિયા પિતા સાથે લૉસ એન્જેલસ ટુર માટે ગઈ હતી જેની તસ્વીરો પણ શેર કરી હતી.
આલિયાની તસ્વીરોમાં મોટાભાગે તેનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. આલિયા મોટાભાગે ફેશનેબલ અને ફંકી કપડામાં જોવા મળે છે. આલિયા બોલીવુડમાં અભિનયને બદલે મૉડેલિંગમાં વધારે રુચિ ધરાવે છે. જો કે એ તો સમય બતાવશે કે આલિયા અન્ય સ્ટારકિડની જેમ બોલીવુડમાં અભિનય કરશે કે પછી અન્ય કારકિર્દી અપનાવશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ