દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ

આખો પરિવાર આગમાં થઈ ગયો હતો ભડથું, પણ દીકરીનો જીવ બચ્યો અને થયો ચમત્કાર- વાંચો હૃદય કંપાવનારી ઘટના વિશે

કળયુગમાં પણ છે માનવતા, આ કિસ્સો વાંચીને આખો છલકાઈ જશે 45 દિવસની એવી દિકરી સાથે થયો ચમત્કાર…પ્લીઝ પહેલા આખી પોસ્ટ વાંચજો અને શેર કરજો

16 જાન્યુઆરી, 2019ના રોજ સુરતના વરાછા વિસ્તારના વેલંજાની કામધેનુ સોસાયટીના એક મકાનમાં લાગેલી આગમાં આખો પરિવાર બાળીને ભડથું થઈ ગયો હતો. આ ઘટનામાં 45 દિવસની હેનીનો બચાવ થયો હતો. હેનીનાં બચવાનું કારણ પણ તેના પિતા હતા.

ગેસ સિલેન્ડર લીક થવાના કારણે લાગેલી આગ ફેલશ ફાયરથી પ્રચંડ વિસ્ફોટ સાથે આખા ઘરમાં ફેલાઈ ગઈ અને આ આગમાં હેનીનાં માતા-પિતા, 5 વર્ષનો મોટોભાઈ, તેમજ નાની મૃત્યુ પામ્યા હતા. હેનીનાં પિતા એ પોતાની દીકરીને બચાવવા માટે હેની આગળ ઢાલ બનીને સુઈ ગયા પરંતુ આગ એટલી પ્રંચડ હતી કે હેનીનો જીવ તો બચી ગયો પરંતુ આગની જ્વાળાઓએ તેના ચહેરાને બાળી નાખ્યો અને તેના પિતા પણ આગમાં હોમાય ગયા.

Image Source

અમરેલીથી આ પરિવાર રોજી રોટી કમાવવા માટે સુરતમાં આવીને વસ્યો હતો. ભાવેશભાઈ કોલડિયા અને દક્ષાબેનને બે સંતાનો હતા. જેમાં પહેલું સંતાન પુત્ર નીરવ અને બીજું સંતાન દીકરીના રૂપમાં હેની હતું.

હેની હજુ માત્રે 45 દિવસની થઈ ત્યાંજ આ ઘટનાએ તેના માથેથી માતા-પિતા અને ભાઈની છત્રછાયા ઉઠાવી લીધી. આ ઘટના બાદ હેનીનુ જીવન અને તેનું ભવિષ્ય અંધકારમય બની ચૂક્યું હતું. હેની બચશે કે કેમ તેની પણ શક્યતાઓ સાવ નહિવત હતી.

તબીબોએ હેનીના સારવાર પાછળ મોટા ખર્ચની પણ આશંકા વ્યક્ત કરી હતી. આ ઘટનામાં હેનીનો સમગ્ર પરિવાર હોમાઈ ગયો હોય ત્યારે હેનીની સારવાર અને તેના ભવિષ્ય વિષે કાંઈ કહેવું જ અશક્ય હતું પરંતુ કહેવાય છે ને કે “જયારે બધા જ રસ્તા બંધ થઇ જાય ત્યારે જ ઈશ્વર કોઈ રસ્તો ખોલી આપે છે.”

Image Source

આવું જ કંઈક હેની સાથે થયું. માનવતા હજુ મરી પરવારી નહોતી. હેનીનાં પિતાના પારિવારિક મિત્ર નિલેશભાઈ લીંબચિયા અને તેમની પત્નીએ હેનીને નવું જીવન આપવાનો સંકલ્પ કર્યો. હેનીની સારવાર પાછળ મોટો ખર્ચો થવાનો છે તેમ જાણવા છતાં નિલેશભાઈએ હેનીનો પોતાની દીકરી તરીકે સ્વીકારી લીધી.

Image Source

નિલેશભાઈ અને કાજલબેન છેલ્લા 10 વર્ષથી નિઃસંતાન હતાં અને હેનીનાં મમ્મી દક્ષાબેન જયારે મરણ પથારીએ હતા ત્યારે પણ એમને પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતાં પોતાની દીકરીની સંભાળ નિલેશભાઈ રાખે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના કારણે નિલેશભાઈએ હેનીને પોતાની દીકરી તરીકે પોતાના જીવનમાં સ્થાન આપ્યું.

Image Source

હેનીની સારવાર પાછળ ખર્ચ ખુબ જ થવાનો હતો. નિલેશભાઈ પણ આર્થિક રીતે સધ્ધર નહોતો તેઓ ફોટોગ્રાફીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. હેનીની સારવાર માટે તેમને પોતાની જમાપૂંજી ખર્ચી નાખી, ઘરમાં રહેલા ઘરેણાં, ઘરવખરી પણ વેચી દીધા અને પોતાની રોજી રોટી રળવા માટેનું એકમાત્ર સાધન કેમેરો પણ વેચી દેવાની ફરજ પડી ગઈ.

આમ કરવા છતાં પણ હેનીનો સારવારનો ખર્ચો પૂરો ન થતાં તેમને વ્યાજે નાણાં લઈને પણ સારવારમાં કોઈ કસર રાખી નહીં. હેનીની સારવાર પાછળ દર મહિને 35 હજારથી પણ વધારે ખર્ચ થાય છે. તે છતાં પણ નિલેશભાઈ હેનીને નવું જીવન આપવામાં સફળ રહ્યાં. વળી, નિલેશભાઈની ઈચ્છા હેનીને ડૉકટર બનાવવાની છે.

Image Source

આ ઘટના વીતે આજે 8 મહિના જેવો સમય થવા આવ્યો. આજે હેની નિલેશભાઈ અને કાજલબેનના ખોળામાં રમી રહી છે, હસી રહી છે. તેના હસવા પાછળનું અને તેને નવું જીવન આપવા પાછળનું કારણ નિલેશભાઈ અને કાજલબેન છે. નિલેષભાઈનો કિસ્સો સામે આવતા આજે ઘણા લોકો નિલેશભાઈને મદદ કરવા માટે તૈયાર થયા છે.

કોઈ દાતાએ હેની માટે ઘરમાં એ.સી. મૂકી આપ્યું તો કોઈ નિલેશભાઈનું દેવું ચૂકવવા પણ તૈયાર છે. આવનાર સમયમાં હેનીનો તમામ ખર્ચ ઉઠાવવા માટે પણ દાતાઓ તૈયાર છે.

માનવતાને મહેકાવતો આ કિસ્સો તમને જો ગમ્યો હોય તો જરૂર શૅર કરજો.