હેલ્થ

આંખનો થાક દૂર કરવાના અદભૂત ઉપાયો, આજે જ અજમાવો અને આંખોને આરામ આપો

શું તમે જ્યારે સવારે સૂઈને ઉઠો છો, ત્યારે તમારી આંખો થાકી ગઈ હોય અથવા ફૂલી ગઈ હોય એવું લાગે છે? એવું થઈ શકે છે કે જો તમે રાત્રે બરાબર ઊધી શકયા ન હોવ અથવા આ કોઈ એલર્જીને કારણે પણ થઈ શકે છે. પરંતુ મને વિશ્વાસ છે કે તમે આ વાતથી સહેમત થશો કે એનાથી તમે સુસ્ત અને વિમુખ દેખાવા લાગો છો. પણ કોઈ જ વાંધો નહિ, સહેલા ઉપાયથી પણ તમે તમારી આંખોને સારી રીતે માવજત કરી શકો છો અને દરેક વખતે તરોતાજા લાગી શકો છો. તો ચાલો આજે જાણીએ આંખોએ થાકને દૂર કરવા માટેના ઉપાયો વિશે –

ઠંડા પાણીથી આંખ ધોવી:

Image Source

તમારી આંખો રોજ એક નિયમિતપણે ગંદકી અને અન્ય પ્રદૂષણના સંપર્કમાં આવે છે. આ આંખોના સંક્રમણના કારણે પણ થઈ શકે છે અને તમારી આંખોને પ્રભાવિત કરી શકે છે. બહારથી આવો ત્યારે ખાસ કરીને તમારી આંખોને ધોઈ લેવી. તમારી આંખોને ઠંડા પાણીથી ધોવાથી આંખોના સોજાથી રાહત મળે છે.

  • પાંપણને જપકાવવું:

પોતાની આંખોની પાંપણને જપકાવવી એને હાઈડ્રોટેડ બનાવી રાખવા એક ખૂબ જ સારો ઉપાય છે. આ તમારી આંખોને હાનિકારક કિરણોથી છુટકારો મેળવવા માટે મદદ કરે છે. જે તમારી આંખોને થકાવી શકે છે. જો તમે કોમ્પ્યુટર પર કામ કરી રહ્યા હોવ તો2 મિનિટનો બ્રેક લેવો અને ખૂબ જ ઝડપથી પોતાની આંખોની પાંપણને જપકાવવી, આ તમારી આંખોને આરામ આપવામાં મદદ કરે છે.

  • આંખો ઉપર બરફ રાખવો:
Image Source

તમે જાગીને ઉઠો ત્યારે આંખના સોજાથી છુટકારો મેળવવા માટે તમારી આંખો પર બરફનો ઉપયોગ કરી શકો છો. આનાથી તમને તાજગી મળે છે. બે આઈસ ક્યુબ લો અને એને તમારી આંખો પર જ્યાં સુધી પીગળી ન જાય ત્યાં સુધી મૂકી રાખો. રોજ સવારે તમારા દિવસની શરૂઆત કરવા માટે આનો ઉપયોગ કરવો.

  • આંખનો થાક દૂર કરવા માટે હથેળીઓને ઘસવી:
Image Source

તમે કેટલા પણ વ્યસ્ત કેમ ન હોવ, પરંતુ તમારા કામના સમયે થોડો આરામ કરવાથી તમારી આંખોને આરામ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હથેળીઓ એકબીજા સાથે ઘસીએ થોડી ગરમ થાય એટલે આંખો પર એક-બે મિનિટ માટે મુકો, આમ કરવાથી તમારી આંખોને આરામ મળે છે.

  • પર્યાપ્ત પાણી પીવું:
Image Source

પર્યાપ્ત પાણી ન પીવું પણ થાકી ગયેલી આંખોનું મુખ્ય કારણ છે. રોજ ઓછામાં ઓછા 2 લિટર પાણી પીવું જોઈએ, જેનાથી તમારી આંખનો થાક દૂર થાય છે.

  • ઠંડા દૂધનો ઉપયોગ:

દૂધ તમારી આંખોને ફરીથી જીવંત કરે છે અને ફ્રેશ અનુભવ કરાવે છે. ઠંડા દૂધને એક કપમાં લઈને એમાં રૂ બોળી અને પોતાની આંખો પર મૂકવું. આ તમારી આંખોને આરામ આપે છે.

Image Source
  • આંખ નીચેના સોજાથી બચવા માટે કરો નમક ઓછું:

નમકમાં સોડિયમનો હોય થાય છે, જે પાણીને ધારણ કરવાની શક્તિને વધારે છે અને આનાથી તમારી આંખો નીચે સોજા થઈ શકે છે. એટલે તમારે નમકનું પ્રમાણમાં કટોતી કરવી જેનાથી તમારી આંખોના સોજા ઓછા થાય છે.

  • ગુલાબજળ ફાયદાકારક:
Image Source

આંખનો થાક દૂર કરવા માટે ગુલાબજળનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. તમને ગમે તો ગુલાબજળમાં રૂ બોળી દો અને પછી એને આંખો પર રાખીને આરામ કરો અથવા ગુલાબજળના એક અથવા બે ટીપાં આંખોમાં નાખીને થોડી વાર આરામ કરવો. આનાથી આંખો સાફ થઈ જાય છે અને થાક પણ દૂર થાય છે.

  • કાકડીનો ઉપયોગ:
Image Source

આંખનો થાક દૂર કરવા માટે કાકડીનો ઉપયોગ કરવું ખૂબ ફાયદાકારક છે. આ આંખોને ઠંડક આપે છે. કાકડીના પાતળા-પાતળા ટુકડા કાપીને એને ફ્રિજમાં મૂકી દેવું. થોડી વખત પછી કાકડીના ટુકડાને આખો પર મૂકીને આરામ કરવું. આંખનો થાક દૂર કરવા માટે ખૂબ જ કારગત અને સહેલો ઉપાય છે.

  • કાચા બટેટા આંખનો થાક દૂર કરે:

આંખનો થાક અને આંખ નીચે થતાં ડાર્ક સર્કલને દૂર કરવા માટે બટેકાનો ઉપયોગ કરવા ફાયદાકારક છે. કાકડીની જેમ બટેટાની પણ પાતળી-પાતળી ચિપ્સ કાપી ફ્રીજમાં રાખવી અને જ્યારે ઠંડી થઈ જાય ત્યારે આને આંખો ઉપર મૂકીને આરામ કરવું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.