મનોરંજન

અભિ-એશના લગ્નની 1 રાત પહેલા એવી ઘટના બનિયેલી કે આખો પરિવાર હલી ગયો, જાહ્નવીએ એવી ધમકી આપી કે

બોલિવૂડની ખુબસુરત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની આજે લગ્નની વર્ષગાઠ છે. ૨૦ એપ્રિલ ૨૦૦૭ ની સાંજે બચ્ચન પરિવારના રહેઠાણ ‘પ્રતીક્ષા’ માં બંનેના લગ્ન થયા હતા.

Image Source

આમતો એશ્વર્યા પહેલા ૨૦૦૨માં અભિષેક અને કરિશ્મા કપૂરની સગાઈ થઇ હતી, પરંતુ ૨૦૦૩ માં તે તૂટી ગઈ. અભિષેક બચ્ચન લગ્ન પહેલા એક ઘટના સામે આવી હતી જેની મીડિયામાં ખુબ ચર્ચા કરવામાં આવી હતી.

Image Source

જાહન્વી કપૂર નામની એક મોડલે એવું કહીને હંગામો કર્યો હતો કે તે અભિષેકની પત્ની છે. મોડલે દાવો કર્યો હતો કે તેની અને અભિષેક ‘દસ’ ફિલ્મની શૂટિંગમાં બંને નજીક આવ્યા હતા. આટલુ જ નહીં મોડલે ગંભીર આરોપ પણ લગાવ્યો હતો કે થોડા મિત્રો વચ્ચે તેમને લગ્ન પણ કર્યા હતા.

Image Source

એ સમયે અભિષેક અને એશ્વર્યા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા અને જાહન્વી એ જણાવું કે તે અભિષેક અને એશ્વર્યાના લગ્ન જોઈ નહીં શકે માટે તેને તેની નસ કાપી નાખી એ પણ જુહુમાં અભિષેકના ઘરની બહાર જ. પછી આ મોડલની નસ કાપવાની બાબતમાં ધડપકડ કરી હતી.

Image Source

આવુ જ બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન સાથે પણ થયું હતું. જેમાં આંધ્ર પ્રદેશથી ૨૯ વર્ષના સંગીત કુમારે દાવો કર્યો હતો કે એશ્વર્યા તેની મા છે. તે સેલિબ્રેટી બની તેના પહેલા એશ્વર્યાએ આઈવીએફની મદદથી વર્ષ ૧૯૮૮માં તેને લંડનમાં જન્મ આપ્યો હતો. સંગીત કુમારે એશ્વર્યા અને તેના પરિવારને લઇ ને બીજા પણ કેટલાક ખુલાસા કર્યા હતા.

Image Source

અભિષેક-એશના લગ્નને આજે ૧૨ વર્ષ પુરા થયા છે. એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન રાવન, કુછ ના કહો અને ગુરુ જેવી ફિલ્મોમાં સાથે કર્મ કર્યું છે. છેલ્લે એમને મનીરત્નની ફિલ્મ રાવનમાં જોવા મળ્યા હતા. બંનેની રિયલ લાઈફમાં અને રીલ લાઈફની કેમેસ્ટ્રી પણ ખુબજ પસંદ આવી હતી.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.